મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો

13 May 2022 11:18 AM
Rajkot Gujarat
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં : ભરચક્ક કાર્યક્રમો

રામપરા બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલ 65 મકાનો-આટકોટ, મવડીમાં પોલીસ આવાસ, 650 આંગણવાડીઓમાં આર.ઓ. સિસ્ટમ, વેસ્ટ કલેકશન માટે ઇ-રિક્ષા અને સેનેટરી પેડ વેન્ડીંગ મશીનોનું લોકાર્પણ : જમીનના 300 પ્લોટોની સનદોનું વિતરણ

રાજકોટ,તા. 13
રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારનાં સૌરાષ્ટ્ર પાટનગર એવા રાજકોટની એક દિવસીય મુલાકાતે હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીય મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી સહિતનાં પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ તથા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગત બાદ તેઓ એરપોર્ટથી સીધા બાયરોડ રામપર બેટી જવા રવાના થયા હતા. રામપર બેટી ખાતે વિચરતી-વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકાનો તેમજ આટકોટ અને મવડીનાં પોલીસ આવાસ, જિલ્લા પંચાયતની 650 આંગણવાડીઓમાં આર.ઓ. સિસ્ટમ તેમજ 200 શાળાઓમાં અડધો કરોડનાં ખર્ચે મુકાયેલા સેનેટરી પેડ વેન્ડીંગ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રામપર બેટીનાં આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે દિવસ દરમિયાન ભરચક્ક કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. જેમાં સવારે 11.50 કલાકે મ્યુનિસિપલ કમિશનર ઓફીસ ખાતે ડોર ટુ ડોર કચરા એકત્રિત કરતી વાહનને ફલેગ ઓફ કરાવશે. તેમજ 12 કલાકે મ્યુનિ. કમિશનર ઓફીસ ખાતે રાજકોટ મહાનગરપાલિકાની બેઠકમાં તેઓ હાજરી આપશે.

આ ઉપરાંત બપોરના 2.15 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે અને 3.30 કલાકે કલેક્ટર ઓફીસ ખાતે રાજકોટ જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામોની સમિક્ષા કરશે. તેમજ દિવાનપરામાં સાંજના 5 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સીએફસીનો શુભારંભ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારનાં સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની એકદિવસીય મુલાકાતે આવી પહોંચતાં એરપોર્ટ પર તેઓનું રાજ્યના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરિયા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા મેયર પ્રદીપ ડવ, શહેર ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, કલેક્ટર અરુણ મહેશ બાબુ સહિતનાં પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસવીરી ઝલક. (તસવીર : ભાવિન રાજગોર)


Related News

Loading...
Advertisement
Advertisement