કોંગ્રેસને ‘યુવા કલેવર’: ચૂંટણી-ટીકીટ-સંગઠન હોદ્દા માટે ઉંમર મર્યાદા

13 May 2022 11:40 AM
India Politics
  • કોંગ્રેસને ‘યુવા કલેવર’: ચૂંટણી-ટીકીટ-સંગઠન હોદ્દા માટે ઉંમર મર્યાદા

આઠ વર્ષ બાદ ઉદયપુરમાં કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

ઉદયપુર તા.13
ગુજરાત જેવા રાજયોમાં તુર્તમાં વિધાનસભા ચૂંટણી અને પાર્ટીમાં નવુ જોમ ભરવાના ઉદેશ સાથે કોંગ્રેસની ત્રણ દિવસની રાષ્ટ્રીય ચિંતન શિબીરનો પ્રારંભ થયો છે. ત્યારે પાર્ટીમાં ધરખમ બદલાવ કરવા સાથે નવુ કલેવર આપવાના મહત્વપૂર્ણ નિર્ણયો થવાની શકયતા છે. કોઈપણ ચૂંટણી લડવા અથવા સંગઠનમાં હોદા માટે વય મર્યાદા નકકી થવા ઉપરાંત રાજયસભામાં સભ્યપદ માટે પણ ટર્મલીમીટ નકકી થઈ શકે છે. કોંગ્રેસને યુવા પાર્ટી બનાવવાની દિશામાં નિર્ણય થઈ શકે છે. કોંગ્રેસની ચિંતન શીબીરનાં આયોજનમાં ચાવીરૂપ ભુમિકા ભજવી રહેલ છે.

* 70 થી 75 વર્ષની વય નકકી થશે: રાજયસભામાં પણ મહતમ બે કે ત્રણ ટર્મની લીમીટ બાંધવા વિચારાશે

સીનીયર નેતાઓએ નામ નહી દેવાની શરતે કહ્યું કે ઉપરોકત બે મુદાઓ લાગુ કરવા પાર્ટી ગંભીર છે. અલબત આખરી નિર્ણય શુ થાય છેતે બે દિવસમાં ખબર પડી જશે. હાઈકમાંડ બન્ને બાબતોમાં ગંભીર છે અને તે દિશામાં ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહ્યુ છે. શિબીરમાં કેટલી અને કેવી ચર્ચા થાય છે તે મહત્વનું બનશે. કોંગ્રેસના રાજકીય ભાવીને ઉજજવળ બનાવવા માટેનો રોડમેપ તૈયાર કરવાનો ચિંતન શિબીરનો મુખ્ય ઉદેશ છે 2014 માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ આવી પ્રથમ શીબીર છે. તેમાં દેશભરમાંથી 430 નેતાઓ ભાગ લેશે. પાર્ટી સામેનાં વહીવટી, ચૂંટણીલક્ષી તથા વિચારધારાનાં પડકારોનો સામનો કરવા તથા સંગઠનમાં બદલાવ માટે શિબીર રાખવામાં આવી છે. સંગઠન તથા ચૂંટણીમાં ઉમેદવારી માટે 70 કે 75 વર્ષની વયમર્યાદા નકકી થઈ શકે છે. રાજયસભામાં કોઈપણ નેતાને મહતમ બે કે ત્રણ ટર્મ માટે જ તક આપવાનું પણ નકકી થઈ શકે છે.

* પ્રશાંત કિશોરની ફોર્મ્યુલાથી માંડીને અનેકવિધ પડકારજનક મુદ્દાઓ પર મંથન કરીને ધરખમ ફેરફારોની તૈયારી

રાષ્ટ્રીય સંગઠનની જેમ રાજયો તથા જીલ્લા સંગઠનોમાં પણ સમાન નિયમો અમલી બનાવવાની દરખાસ્ત છે.એક સીનીયર નેતાએ કહ્યું કે પાર્ટીમાં 70 કે 75 વર્ષથી વધુની વયના સંખ્યાબંધ નેતાઓ છે તાત્કાલીક હટાવવામાં નહી આવે. તબકકાવાર રાજીનામાં લેવાશે.ખુદ સોનિયા ગાંધી 75 વર્ષના છે તેઓ નવા પક્ષપ્રમુખ માટે માર્ગ ખોલે તેમ છે. રાજયસભાનાં વિપક્ષી નેતા ખડગે 79 વર્ષનાં અને પાર્ટી મહામંત્રી 78 વર્ષનાં છે. મનમોહન, એન્ટોની, અંબિકા સોની, ચિદમ્બરમ, આઝાદ, ગેહલોટ વગેરે પણ 70 ની વય વટાવી ગયા છે. ભાજપ-માર્કસવાદી પક્ષ જેવી પાર્ટીઓમાં 75 વર્ષની મર્યાદા છે કોંગ્રેસ પણ તે લાગુ પાડી શકે છે.કોંગ્રેસના નેતા સચીન પાયલોટે એવો ઈશારો કર્યો હતો કે શિબીરમાં 50 ટકા ડેલીગેટ 40 વર્ષથી ઓછીની ઉંમરના છે તેજ સુચક છે કે પક્ષપ્રમુખ સોનિયા ગાંધી કંઈ દિશામાં આગળ વધી રહ્યા છે. ત્રણ દિવસની શિબીરમાં અનેક મુદ્દે ચર્ચા થવા તથા ઠરાવ થવાની શકયતા છે.


રાહુલ સહિતના નેતાઓ ટ્રેન માર્ગે ઉદયપુર પહોંચ્યા

કોંગ્રેસની ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી ટ્રેન માર્ગે ઉદયપુર પહોંચ્યા હતા. તેમની સાથે દિલ્હીથી અન્ય 74 નેતાઓ પણ ટ્રેન મારફત આવ્યા હતા. તેઓ માટે ખાસ બે કોચ બૂક કરાવવામાં આવ્યા હતા. સોનિયા, પ્રિયંકા, મનમોહન સહિતના નેતાઓ માટે શિબિર સ્થળે ફાઈવસ્ટાર હોટલમાં જ રહેવાની વ્યવસ્થા છે. પક્ષપ્રમુખ સોનિયા ગાંધીના સંબોધનથી શિબિર શરુ થઇ હતી. અને ત્યારબાદ ચર્ચા સત્ર રખાયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement