ભારત, વિન્ડિઝ, અમેરિકા બાદ હવે શાહરૂખની નાઈટ રાઈડર્સ ટીમ UAE માં પણ ધમાલ મચાવશે

13 May 2022 11:57 AM
India Sports World
  • ભારત, વિન્ડિઝ, અમેરિકા બાદ હવે શાહરૂખની નાઈટ રાઈડર્સ ટીમ UAE માં પણ ધમાલ મચાવશે

નાઈટ રાઈડર્સે ગ્રુપે યુએઈ ટી-20 લીગમાં અબુધાબી નાઈટ રાઈડર્સ નામે ટીમ ઉતારી

નવીદિલ્હી, તા.13
નાઈટ રાઈડર્સ ગ્રુપને વધુ એક ટી-20 લીગમાં પોતાની ટીમ ઉતારવાનો નિર્ણય લીધો છે. ગ્રુપના માલિક બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન છે. આઈપીએલમાં ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સના નામે ઉતરે છે. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝમાં રમાતી કેરેબિયન પ્રિમીયર લીગમાં ત્રિનબાગો નાઈટ રાઈડર્સના નામે ટીમ ભાગ લ્યે છે.

જ્યારે અમેરિકામાં રમાનારી મેજર લીગ ક્રિકેટમાં ફ્રેન્ચાઈઝીનું નામ લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ છે. હવે યુએઈમાં ટી-20 લીગ શરૂ થવા જઈ રહી છે તેમાં ગ્રુપે અબુધાબી નાઈટ રાઈડર્સ નામે ટીમ ઉતારવાનો નિર્ણય લીધો છે. ગ્રુપમાં જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની પણ ભાગીદારી છે.

નાઈટ રાઈડર્સ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં શાહરૂખ ખાને જણાવ્યું કે અનેક વર્ષોથી અમે વર્લ્ડ લેવલ પર નાઈટ રાઈડર્સ બ્રાન્ડનો વિસ્તાર કરી રહ્યા છીએ અને યુએઈમાં ટી-20 ક્રિકેટની સંભાવનાઓને નજીકથી જોઈ રહ્યા છીએ. અમે યુએઈ ટી-20 લીગનો હિસ્સો બનવાને લઈને ઉત્સાહિત છીએ જે નિશ્ચિત રીતે સફળ થો.

બીજી બાજુ લીગના ચેરમેન ખાલિદ અલ જરૂરીએ કહ્યું કે ટી-20 ક્રિકેટને વિકસિત કરવાને લઈને નાઈટ રાઈડર્સ ગ્રુપ કટિબદ્ધ છે. દુનિયાભરની લીગમાં તેની ટીમ ઉતરે છે. આવામાં ગ્રુપનું અમારી સાથે જોડાવું ખાસ ગણાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલમાં કેકેઆરના નામે રમી રહી છે. ટીમ અહીં બે વખત લીગનો ખીતાબ પણ જીતી છે. ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ 2012 અને 2014માં ખીતાબ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત કેરેબિયન પ્રિમીયર લીગમાં ટીમનો રેકોર્ડ વધુ સારો છે. ટીમ અહીં ચાર વખત જીતી ચૂકી છે અને લીગના ઈતિહાસની સૌથી સફળ ટીમ પણ છે. ટીમે 2015, 2017, 2018 અને 2020માં ખીતાબ જીત્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement