આવું પણ થઈ શકે ! ચાલું મેચે વીજળી ગૂલ થઈ જતાં ચેન્નાઈને થયું મોટું નુકસાન

13 May 2022 12:14 PM
Sports
  • આવું પણ થઈ શકે ! ચાલું મેચે વીજળી ગૂલ થઈ જતાં ચેન્નાઈને થયું મોટું નુકસાન

ઈનિંગના બીજા જ બોલે સેમ્સે કોન્વેને એલબીડબલ્યુ આઉટ કર્યો, આ વેળાએ લાઈટ ન હોવાથી ડીઆરએસ ન લઈ શકાયો: લાઈટ આવ્યા બાદ રિપ્લેમાં જોતાં કોન્વે નોટઆઉટ હતો !

મુંબઈ, તા.13 : ઈન્ડિયન પ્રિમીયર લીગ-15માં ગઈકાલે મુંબઈ-ચેન્નાઈ વચ્ચે મુકાબલો થયો હતો. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં વીજળી ગુલ થઈ જવા ઉપરાંત ટેક્નીકલ ખામીનો મુદ્દો અત્યંત ચર્ચામાં રહ્યો હતો. ખાસ કરીને વીજળી ગુલનું પરિણામ ચેન્નાઈ સુપરકિંગ્સના બેટર્સ ડેવોન કૉન્વેએ ભોગવવું પડ્યું છે. મેચના બીજા જ બોલે ડેનિયલ સેમ્સે ચેન્નાઈના ઓપનર ડેવોન કૉન્વે (0 રન)ને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. કૉન્વે ડીઆરએસનો ઉપયોગ કરી શક્યો નહોતો કેમ કે પાવરકટને પગલે એ સમયે ડીઆરએસ ઉપલબ્ધ નહોતું.

બાદમાં રિપ્લે જોયા બાદ સ્પષ્ટ દેખાતું હતું કે બોલ લેગ સ્ટમ્પને મીસ કરી રહ્યો હતો. આવામાં જો વીજળી સપ્લાય ચાલું હોત તો કોન્વે ડીઆરએસ લઈ શકે તેમ હતો પરંતુ લાઈટ ન હોવાથી તે ડીઆરએસ લઈ શક્યો નહોતા અને તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. સોશ્યલ મીડિયા પર ચાહકો પાવરકટને લઈને બીસીસીઆઈની જોરદાર ટીકા કરી રહ્યા છે. સાથે જ તેને લઈને મીમ્સનું પણ પૂર આવી ગયું છે. ડેવોન કોન્વે આ મેચ પહેલાં અત્યંત ખતરનાક ફોર્મમાં હતો. તેણે આ મેચ પહેલાં અણનમ 85, 56 અને 87 રનની ઈનિંગ રમી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement