જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનની લોકગાયક લાલુ માલવિયાએ મુલાકાત લીધી

13 May 2022 12:58 PM
Jasdan
  • જસદણના પાટીદાર શૈક્ષણિક ભવનની લોકગાયક લાલુ માલવિયાએ મુલાકાત લીધી

પાલિકા સદસ્ય નરેશ ચોહલીયાને શુભેચ્છા આપી

(નરેશ ચોહલીયા જસદણ), જસદણ,તા.13
જસદણ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકગાયક લાલુભાઇ માલવીયા થોડા સમય પહેલા જસદણમાં આટકોટ રોડ પર આકાર પામી રહેલ ગુજરાતનુ સૌપ્રથમ સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ટ્રેનિંગ સેન્ટર ખાતે પધારેલ આ સમયે જસદણ નગરપાલિકાના લોક પ્રહરી કોર્પોરેટર અને જસદણ વિછીયાના જાગૃત પત્રકાર તેમજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ બી પી એસ એસના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ચોહલીયાને ખાસ શુભેચ્છા મુલાકાત આપી હતી તેમજ લોકગાયક લાલુ માલવિયા આવતી કાલે રવિવારે જસદણ તાલુકાના આટકોટ ખાતે માતૃશ્રી કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન પૂર્વે દાતાઓના સન્માન કાર્યક્રમ વખતે લોક ડાયરાનું પણ આયોજન હોય જેમાં પધારવાના છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સૌરાષ્ટ્રની સૌપ્રથમ માતૃશ્રી કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ જેના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો ભરતભાઇ બોઘરા દ્વારા સમસ્ત હોસ્પિટલ દાતાઑનુ સન્માન અને લોકડાયરાનું આયોજન તેમજ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ અને સભાનું આયોજન કરાયું હોય તેમાં અનેક કલાકારો આવવાના હોય જેમાં સૌરાષ્ટ્ર અને સુરતના લોકગાયક લાલુ માલવિયા પણ આવવાના છે પાટીદાર શૈક્ષણિક ભવનમા આવેલ લાલુ માળવીયા સાથે પાટીદાર અગ્રણી નરેશ ચોહલીયા ઍ શુભેચ્છા મુલાકાત લીધી હતી


Loading...
Advertisement
Advertisement