(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.13
ગોંડલ શહેરના વોરાકોટડા રોડ અને ભગવતપરામાં રહેતા બે શખ્સો દ્વારા રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી પોલીસે વોચ ગોઠવી બંને શખ્સોને ઝડપી લઈ રૂપિયા 180000નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ ઉપર આવાસ યોજનાના ત્રણ માળિયા ક્વાર્ટર્સમાં રહેતા મૂળ જંગવડ ના ઘનશ્યામ સવજીભાઈ દુધાત તેમજ ભગવત પરા બરકાતી પરા મા રહેતો મોહસીન હુસેનભાઇ બ્લોચ દ્વારા બાઈક અને મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પીઆઈ વી.વી. ઓડેદરા, પીએસઆઇ એસ રાણા, હેડ કોન્સ્ટેબલ મહિપાલ સિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બો, પ્રહલાદ સિંહ રાઠોડ સહિતનાઓએ બાતમીના આધારે ઉપરોક્ત બંને શખ્સોને સાત બાઈક તેમજ એક મોબાઇલ ફોન સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.