દેશમાં ભાજપની ભાગલાની રાજનીતિ, લોકશાહી ખતરામાં: સોનિયા ગાંધી

13 May 2022 04:50 PM
India Politics
  • દેશમાં ભાજપની ભાગલાની રાજનીતિ, લોકશાહી ખતરામાં: સોનિયા ગાંધી
  • દેશમાં ભાજપની ભાગલાની રાજનીતિ, લોકશાહી ખતરામાં: સોનિયા ગાંધી

* ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબીરમાં કોંગ્રેસ અધ્યક્ષાનાં ભાજપ, આરએસએસ મોદી પર પ્રહારો

* દેશમાં નફરત ફેલાવાય છે: લઘુમતીઓને સરકાર દબાવે છે. ભાજપ-આરએસએસની નીતિથી દેશને નુકશાન દલિત, ગરીબ, આદિવાસીઓ પર અત્યાચાર થાય છે: સોનિયાએ સંબોધનમાં કેન્દ્રની ભાજપ સરકારની ઝાટકણી કાઢી:કોંગ્રેસીઓને અધ્યક્ષાની શીખ-બહાર એક જ સંદેશો જવો જોઈએ.સંગઠનની મજબૂતી એકતા અને દ્રઢ નિશ્ચય: આત્મ નિરિક્ષણ કરશું તો શીખશું

નવી દિલ્હી તા.13
રાજસ્થાનમાં ઉદયપુર ખાતે કોંગ્રેસની ચિંતન શિબીરમાં કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ તેમના સંબોધનમાં કેન્દ્રની મોદી સરકાર અને આરએસએસને નિશાન બનાવી જણાવ્યું હતું કે દેશમાં ભાગલાની રાજનીતિ થઈ રહી છે.લોકશાહી ખતરામાં આવી ગઈ છે. ચિંતન શીબીરમાં સોનિયાજીએ ઉપસ્થિત કોંગ્રેસીઓને સૂચન કરતાં જણાવ્યું હતું કે આપણો બહાર એક જ સંદેશ જવો જોઈએ સંગઠનની મજબુતી અને દ્રઢ નિશ્ચય અને એકતાનો.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ચિંતન શિબીરમાં આરએસએસ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસની નીતિથી દેશને નુકશાન થયુ છે. કેન્દ્રીય એજન્સીઓનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ગરીબો અને આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનમાં દેશનું બંધારણ ખતરામાં હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે નહેરૂજીને બદનામ કરવાની કોશીશ થઈ રહી છે અને ગાંધીજીના હત્યારાનું દેશમાં મહિમા ખંડન થઈ રહ્યું છે.

આ તકે સંબોધનમાં સોનિયા ગાંધીએ નોટબંધીને યાદ કરીને કહ્યું હતું કે નોટબંધીથી વ્યવસ્થા ભાંગી પડી હતી. કોંગ્રેસ અધ્યક્ષાએ કોઈંનું નામ લીધા વિના કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે દેશમાં નફરત ફેલાવાઈ રહી છે. સરકાર લઘુમતીઓને દબાવી રહી છે. સોનિયાજીએ ચિંતન શિબીરમાં ઉપસ્થિત કોંગ્રેસી નેતાઓ કાર્યકરોને સંબોધનમાં જણાવ્યું હતું કે પક્ષમાં પરિવર્તનની સુધારાની અને રણનીતિમાં પરિવર્તનની સખ્ત જરૂરીયાત છે.

સોનિયાજીએ વધુમાં જણાવ્યું હતું કે આપણું પુનરૂન્થાન સામુહીક અને વિશાળ પ્રયાસોથી થશે પાર્ટીએ આપણને ઘણુ આપ્યું છે હવે સમય છે કે પાર્ટીનું ઋણ ઉતારવાનો આપના વિચારો ખુલીને રાખો બહાર એક જ સંદેશ જવો જોઈએ સંગઠનની મજબુતી એકતા અને નિશ્ચિતતાઓ.

સોનિયાજીએ જણાવ્યું હતું કે તાજેતરની નિષ્ફળતાઓથી આપણે બેખબર નથી. જીતવાનું છે લોકોને જે આશા છે તેનાથી આપણે અજાણ નથી.સોનિયાજીએ એ આશાવાદ સેવ્યો હતો કે દેશની રાજનીતિમાં આપણી પાર્ટીને એ ભુમિકામાં લાવશું જે ભુમિકા સદા રહી છે. આત્મ નિરિક્ષણ કરી એક નવી ઉર્જા સાથે આપણે બહાર આવીશું.

ચિંતન શિબિરમાં સોનિયાના પ્રવચનની સાથે સાથે
ભાજપના ભાગલાવાદી વાયરસને રોકવા આપણે સૌએ મહેનત કરવી પડશે : સોનિયા
ભાજપની નીતિ રાજકીય વિરોધીઓને જેલમાં નાખવાની : દેશનો ઇતિહાસ બદલવાનું, નહેરૂજીના પ્રદાનને કાઢવાનું પ્લાનીંગ થઇ રહ્યું છે : સોનિયા
કોંગ્રેસની ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ ભાજપને ભાગલાવાદ વાઇરસ સાથે સરખાવી કહ્યું હતું કે આ વાઇરસ બ્યુરોક્રસી, મીડિયા, કોર્પોરેટ જગતને હંમેશા ભયના વાતાવરણમાં રાખે છે. આ ભાગલાવાદી વાઇરસને રોકવા આપણે મહેનત કરવી પડશે.

સોનિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ-આરએસએસની પોલીસીથી લોકો પરેશાન છે. મોદીનું સુત્ર છે. મેકસીમમ ગવર્નમેન્ટ મીનીમમ ગવર્નન્સ તેનો મતલબ ભયનું વાતાવરણ ફેલાવવા ધ્રુવીકરણ, લઘુમતી પર અત્યાચાર કે જેઓ આપણા દેશના નાગરિકો છે.

સોનિયાએ કહ્યું હતું રાજકીય હરીફોને જેલમાં નાખવા મોદી સરકારની નીતિ છે. તો આયોજનબધ્ધ રીતે આપણો ભવ્ય ઇતિહાસ બદલવાનો પ્રયાસ થઇ રહ્યો છે. નહેરૂજીના પ્રધાનને ઇતિહાસમાંથી કાઢવાનું પ્લાનીંગ થઇ રહ્યું છે. સોનિયાએ હાલમાં વધી રહેલા રાંધણ ગેસના ભાવ સહિત કોમોડીટીના ભાવ ભડકે બળે છે તેવા પ્રહારો ભાજપ પર કર્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement