આવતીકાલે પૂ. ધીરજમુનિ મ.ની નિશ્રામાં ઉપાશ્રય-જૈન સેન્ટર હોલની શિલારોપણ વિધિ

13 May 2022 05:02 PM
Rajkot Dharmik
  • આવતીકાલે પૂ. ધીરજમુનિ મ.ની નિશ્રામાં ઉપાશ્રય-જૈન સેન્ટર હોલની શિલારોપણ વિધિ

રાજકોટ,તા.13
શ્રી પી.એમ. ટ્રસ્ટ-રાજકોટના ઉપક્રમે ઇન્દ્રપ્રસ્થનગરમાં શ્રી નરભેરામ પાપનાચંદ મહેતા ધર્મસંકુલના વિસ્તૃતિકરણની અતિ જરુરિયાત હોવાથી એક મકાન ખરીદ કરીને આશરે 600 વારના પ્લોટમાં ઉપાશ્રય, આયંબીલ ગૃહ, જૈન સેન્ટર હોલનું નવનિર્માણ પૂ.ધીર ગુરુદેવની અસીમ કૃપાથી થનાર છે જે ભાવિકોને ઉપયોગી બની રહેશે.

પ્રોજેક્ટ ઇન્ચાર્જ તારક વોરાની વિગત અનુસાર તા.14ના શનિવારે સવારે 8.30 કલાકે 21 જાગનાથ પ્લોટ ખાતે જૈન ભવન-ભોજનાલયના હોલમાં ભક્તામર પાઠ અને પૂ. સંત સતીજીઓની ઉપસ્થિતિમાં રાજકોટના વતની (હાલ કલકતા) શ્રેષ્ઠીવર્ય ચંદ્રવદનભાઈ દેસાઈના પ્રમુખપદે અને મુકેશભાઈ કામદારના મુખ્ય મહેમાનપદે શ્રીમતી ચંદ્રીકાબેન પ્રફુલભાઈ જસાણી વગેરેના હસ્તે શિલારોપણ વિધિ થશે.
નવનિર્માણમાં શ્રીમતી ચંદ્રીકાબેન પી.જસાણી, શ્રીમતી વસુબેન પ્રવિણચંદ્ર નરભેરામ મહેતા, વિજયાબેન એચ. બાટવીયા, રેખાબેન નલીનભાઈ બાટવીયા, સરોજબેન મહેન્દ્રભાઈ કોટીચા, શ્રીમતી હાર્દિકા જગદીશ ભીમાણી વગેરે સહભાગી બન્યા છે.

વિસ્તૃતિકરણની વિવિધ યોજનામાં 51 લાખ વૈયાવચ્ચ દાતા, 15 લાખ નવકાર તકતી, 15 લાખ ચત્તારિ મંગલં તકતી, 11 લાખ જૈન શાળા નામકરણ, 11 લાખ ઓફિસ દાતા, 11 લાખ સુધર્મ પ્રવચન પાટ, 51 લાખ આયંબિલ હોલ, 11 લાખ આયંબિલ કક્ષ, 11 લાખ નવકાર મંત્ર, 5 લાખ સીડી તેમજ જનરલ તકતીમાં 2,51,000, કોહિનૂર દાતા, 1,51,000 ડાયમંડ દાતા, 1,11,000 ગોલ્ડન દાતા, 51000 સિલ્વર દાતા, 25,000 પ્રેરક દાતા અને 11,000 અનુમોદક દાતા શ્રેણીમાં શય્યાદાન મહાદનનો લાભ મેળવી શકશે. વધુ વિગત માટે મો. 98242 33272નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement
Advertisement