જિનશાસન સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આચાર્ય ભગવંત જિનેશરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં જાગનાથ મુર્તિપુજક જૈન સંધ દ્વારા માતબર રકમનું અનુદાન સંઘના પદાધિકારી દિનેશ પારેખ, હેમેન્દ્ર મહેતા, લલીત બખાઇ તેમજ ટ્રસ્ટી મંડળ ના હસ્તે પંચનાથ એનીમલ હોસ્પીટલને અર્પણ કરવામાં આવેલ. જ્યારે પણ જાગનાથ સંઘમાં કોઇપણ મહોત્સવની ઉજવણી થતી હોય ત્યારે અચુક પંચનાથ એનીમલ હોસ્પીટલને અનુદાન સંઘ દ્વારા આપવામાં આવે છે. તસવીરમાં અનુદાનનો સ્વીકાર કરતા પંચનાથ હોસ્પીટલના ટ્રસ્ટી મયુરભાઇ શાહ જોવા મળે છે.