ફયુઝન ઈન્ડસ્ટ્રીઝના માલીક ડેરેન ગોહેલને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

13 May 2022 06:18 PM
Rajkot
  • ફયુઝન ઈન્ડસ્ટ્રીઝના માલીક ડેરેન ગોહેલને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા

રાજકોટ, તા.13
શહેરની ફયુઝન ઈન્ડસ્ટ્રીઝના માલીકને ધંધાકીય હેતુ માટે આપેલા નાણાં પરત ન આપતા થયેલા ચેક રીટર્ન કેસમાં અદાલતે ફયુઝન ઈન્ડસ્ટ્રીઝના માલીક ડેરેન ગોહેલનેએક વર્ષની સજા અને વળતર પેટે રૂ.6 લાખ એક માસમાં ન ચુકવે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

શીવભોલે એન્ટરપાઇઝના નરેન્દ્રભાઈ ડુંગરભાઈ ઝાલાવડીયાએ ફયુઝન ઈન્ડસ્ટ્રીઝના માલીક ડેરેન શૈલેષ ગોહેલને ધંધાકીય હેતુ માટે રૂ.6 લાખ ચેક હાથ ઉછીના આપ્યા હતા. જે પરત કરવા આરોપીએ ફરીયાદીને રૂ.6 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ પોતાના એડવોકેટ રક્ષિતભાઈ કલોલા મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં આરોપીએ રકમ પરત ન ચુકવતા ફરીયાદીએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.

કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ આરોપી ડેરેન ગોહેલને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂ.6 લાખ એક માસમાં ન ચુકવે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી છે.

આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ રક્ષિતભાઈ વી. કલોલા, રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, રવિરાજ રાઠોડ અને ભાર્ગવ બોડા રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement