મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારથી રાજકોટ આવી પહોંચ્યા છે. સવારથી બપોરે 3 વાગ્યા સુધીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ભોજન ગ્રહણ કર્યા બાદ થોડીવાર આરામ કરીને સીધા હેમુ ગઢવી હોલના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. ઉપરોક્ત તસવીરમાં મુખ્યમંત્રીનું સ્વાગત કરી રહેલા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારિયા, મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી સહિતના દ્રશ્યમાન થઈ રહ્યા છે.