આર્યભગવતી એન્ટરપ્રાઈઝ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવા અરજી

13 May 2022 06:37 PM
Rajkot Crime
  • આર્યભગવતી એન્ટરપ્રાઈઝ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવા અરજી

રાજકોટ,તા.13
રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ ઉમાકાન્ત પંડીત ઉદ્યોગ નગરમાં રોયલ સ્ટીલ કંપનીના નામથી અશ્ર્વીનભાઈ ભીખાભાઈ રામાણી પ્રોપરાઈટર દરજ્જે અલગ-અલગ પ્રકારનું લોખંડ તથા સ્ટીલનું વેંચાણ કરે છે. આક્ષેપિતો ઈશ્ર્વરભાઈ મુળજીભાઈ ગેહી તથા ભાવેશભાઈ ભગવતીપ્રસાદ વ્યાસ તેઓ બંન્ને આર્ય ભગવતી એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદાર દરજ્જે સરદાર નગર મેઈન રોડ,એસ્ટ્રોન ચોક, રાજકોટ મુકામે ઈન્ફાસ્ટ્રકચરનો ંધંધો કરતા હોય તેઓને જરૂરીયાત મુજબનું ફરીયાદી પેઢી પાસેથી લોખંડની ખરીદી કરતા રહેલા હતા

પરંતુ છેલ્લે બાકી રહેતી રકમ રૂ।.5,27,222ની વારંવાર માંગણી કરવા છતા ચુકવતા ન હોય અને કોઈ જવાબ પણ આપતા ન હોય અશ્ર્વીનભાઈ રામાણીએ આર્ય ભગવતી એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુનાહીત વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરવા બાબતે આઈપીસી કલમ 406,409,420 હેઠળ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધવા અરજી વકીલ અતુલ સી.ફળદુ મારફત નોંધાવેલી છે.


Related News

Loading...
Advertisement
Advertisement