મુખ્યમંત્રીના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓના બેહાલ: સમયસર ભોજન પણ ન મળ્યું

13 May 2022 06:47 PM
Rajkot
  • મુખ્યમંત્રીના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓના બેહાલ: સમયસર ભોજન પણ ન મળ્યું
  • મુખ્યમંત્રીના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓના બેહાલ: સમયસર ભોજન પણ ન મળ્યું

* વહેલી સવારે 7 વાગ્યાથી રાજકોટ પોલીસ, એસ.આર.પી. ટી.આર.બી. હોમગાર્ડ સહિતના સુરક્ષા જવાનો ફરજ પર જોડાઈ ગયા તા બપોરે 3 વાગ્યા સુધીમાં કોઈએ ભોજનનું પુછયું પણ ન હોતું : 43 ડિગ્રી બળબળતા તાપમાં પોલીસ જવાનોએ સુરક્ષા-ટ્રાફિક સહિતની વ્યવસ્થા સંભાળી હતી

* સર્કિટ હાઉસ-આકાશવાણી પાસેથી વાહનો ટોઈન્ગ થયા
મુખ્યમંત્રીના રાજકોટમાં કાર્યક્રમો હોવાથી ઠેક-ઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.મુખ્યમંત્રી જયાથી પસાર થવાના હતા તેવા રસ્તાની બન્ને તરફે વાહનો પાર્ક કરવા દેવામાં આવતા ન હોતા.તેમ છતા જો કોઈ બાઈક કે કાર પાર્ક કરવામાં આવ્યા હોય તેને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈન્ગ કરી લેવાયા હતા.જેથી લોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટ,તા.13
આજે રાજકોટમાં મુખ્યમંત્રીના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં બદોબસ્તમાં રોકાયેલા પોલીસ જવાનોના બેહાલ જોવા મળ્યા હતા. બંદોબસ્તમાં રોકાયેલા જવાનોને ભોજનના પણ ફાંફાં પડયા હોવાનું પોલીસ બેડાંમાં ચર્ચાઈ રહ્યું છે.મળતી વિગત મુજબ આજે સવારે 7 વાગ્યાથી જ જયાં-જયાં મુખ્યમંત્રીના કાર્યક્રમ રોકાણ હતું ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં રાજકોટના જુદા-જુદા પોલીસ મથકના કર્મચારીઓ,એસઆરપી જવાનો ટી.આર.બી. હોમગાર્ડનો સ્ટાફ વગેરે ફરજમાં રોકાયો હતો. મુખ્યમંત્રીના કાર્યક્રમો આશરે દોઢ કલાક મોડા હતા જે કારણે સવારથી બંદોબસ્તમાં રહેલા સુરક્ષા જવાનો બપોરના બળબળતા તડકામાં પણ ખડેપગે હતા.

એટલું જ નહીં પોલીસ બેડામાં થતી ચર્ચા મુજબ બપોરના ત્રણ વાગ્યા સુધીમાં પણ પોલીસ માટે કોઈ ભોજન વ્યવસ્થા કરાઈ ન હોતી એસ.આર.પી જવાનોને પણ મેસમાંથી ટીફિન મળ્યા ન હોતા આવા આકરા તાપમાં ભોજન કર્યા વગર જ પોલીસ જવાનોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. જો કે, સમયસર ભોજન ન મળ્યાના મુદ્દે સુરક્ષામાં રોકાયેલા જવાનોમાં કચવાટ સાથે ચર્ચાઓ જાગી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement