ધોરાજીની ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલનું પરિણામ 98 ટકા વાઢેર પ્રિતેશ કેન્દ્રમાં પ્રથમ: ગૌરવ

14 May 2022 09:59 AM
Dhoraji
  • ધોરાજીની ઇમ્પીરીયલ સાયન્સ સ્કુલનું પરિણામ 98 ટકા વાઢેર પ્રિતેશ કેન્દ્રમાં પ્રથમ: ગૌરવ

સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા
ધોરાજી,તા.14
ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઇમ્પીરીયલ સ્કુલનું સર્વશ્રેષ્ઠ પરીણામ આવેલ છે. માર્ચ 2022માં લેવામાં આવેલ હતી. પરીક્ષામાં ઇમ્પીરીયલ સ્કુલના વિદ્યાર્થી 244એ પરીક્ષા આપી હતી. અને તેમાં 239 વિદ્યાર્થીઓ પાસ થયેલ અને ઇમ્પીરીયલ સ્કુલનુ પરિણામ 98 ટકા આવેલ છે. અને બોર્ડનું પરિણામ 72 ટકા અને ધોરાજી કેન્દ્રનું શ્રેષ્ઠ પરીણામ 92 ટકા આવેલ છે.

ઇમ્પીરીયલ સ્કુલના ગૃપમાં ગુજરાતી માધ્યમમાં વાઢેર પ્રિતેશ ધોરાજી કેન્દ્રમાં પ્રથમ આવેલ છે. અને બી ગૃપમા નિશાબેન ડાભી સમગ્ર બોર્ડમાં 8માં ક્રમે પાસ થયેલ છે. ઇમ્પીરીયલ સ્કુલમાં 90 થી વધુ પીઆર મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા 62ની છે.

ગુજકેટમાં 90થી વધુ પીઆર મેળવેલ વિદ્યાર્થીઓ 69 છે. શાળાના શિક્ષકો મનોજભાઇ પોસીયા, મીતેશભાઇ બુટાણી, વિનોદભાઇ હિરપરા, દિલીપભાઇ દેત્રોજા, રવીભાઇ પોકીયા, રોહીતભાઇ લકકડ, ભાવીનભાઇ હિરપરા અને ભાવીનભાઇ લુણાગરીયા સહીતનાઓને વિદ્યાર્થીઓના વાલીઓએ શ્રેષ્ઠ પરિણામ આવતા શુભેચ્છાઓ આપેલ હતી.અને ધોરાજીને શિક્ષણનગરનું બીરુદ કાયમી રહયું છે.


Loading...
Advertisement
Advertisement