પાલીતાણામાં મુમુક્ષુ લીલમબેનનું પ્રવજ્યાના પંથે પ્રયાણ: ત્રિદીવસીય દીક્ષા મહોત્સવ સંપન્ન

14 May 2022 10:02 AM
Bhavnagar
  • પાલીતાણામાં મુમુક્ષુ લીલમબેનનું પ્રવજ્યાના પંથે પ્રયાણ: ત્રિદીવસીય દીક્ષા મહોત્સવ સંપન્ન

રાજકોટ,તા.14
ગોંડલના કોરડીયા પરિવારના મુમુક્ષુ લીલમબેન ગુણવંતરાય કોરડીયા (ઉ.વ.68) નો ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ પાલીતાણામાં આગમ મંદિર ખાતે આજે સંપન્ન થયો છે. મુમુક્ષુ લીલમબેન કોરડીયાએ પ્રવજયાના પંથે પ્રયાણ કર્યુ છે.

આ.શ્રી ચંદ્રશેખર સાગરસુરીજી મ. આદિ ઠાણાની નિશ્રામાં છેલ્લા ત્રણ દિવસથી મુમુક્ષુ લીલમ બેનના દીક્ષા મહોત્સવની ઉજવણીનો આજે છેલ્લો દિવસ હતો. આજે સવારે મુમુક્ષુ લીલમબેન સહિત અન્યોએ તળેટી દર્શન કર્યા હતા. સમુહ સ્નાત્ર પુજા ભણાવાઇ હતી.

સવારે 6.30 કલાકે દીક્ષા પ્રદાન કાર્યક્રમમાં સંજયભાઇ ઠાર (સંવેદના) તથા મિલન મહેતાએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. ભકિત સંગીત ભાવિક શાહે પ્રસ્તુત કર્યુ હતું.
આ પ્રસંગે સમગ્ર કોરડીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહયા હતા.


Loading...
Advertisement
Advertisement