કાલાવડના નવાગામમાં આયોજીત ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી

14 May 2022 10:03 AM
Jamnagar
  • કાલાવડના નવાગામમાં આયોજીત ભાગવત સપ્તાહમાં કૃષ્ણજન્મોત્સવની ઉજવણી

કાલાવડ,તા.14
કાલાવડના નવાગામ ખાતે ભાગવત સપ્તાહનું કરાયું આયોજન જેમાં આજે કૃષ્ણ જન્મોત્સની ઉજવણી કરવામાં આવી કાલાવડના નવાગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.આજે કૃષ્ણ જન્મોત્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના માં મૃત્યુ પામેલા આત્માને શાંતિ મળે તે હેતુથી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.
ગુજરાતીમાં કહેવત છે.

માનવ સેવા એજ પ્રભુ સેવા ત્યારે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે આવેલ વિશ્ર્વાસધામ આશ્રમ ખાતે કોરોનામાં મૃત્યું પામેલા દિવંગત આત્માને શાંતિ મળે તે હેતુ થી ભાગવત સપ્તાહનું આયોજન કરાયું.

જેમાં પૂ.કે.પી.બાપુ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવે છે. ત્યારે આજે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવ્યો.આ ઉજવણીમાં કથાનું રસપાન કરતાં તમામ શ્રોતાઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં સહભાગી બન્યા.આ સમયે સમગ્રે વાતાવરણ ભકિતમય બન્યું...
(અહેવાલ: હર્ષલ ખંધેડિયા: જામનગર)


Loading...
Advertisement
Advertisement