ફલ્લાતા.14
ફલ્લા નજીક આવેલ અને ધ્રોલ તાલુકાની ડેલ્ટા સ્કૂલે આજે જાહેર થયેલા ધો.12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં શાળાનો વિદ્યાર્થી હડીયલ મેહુલે 99.97 પીઆર સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ત્રીજા નંબરે ઉતિર્ણ અને નંદાણીયા સંજયે 99.94 પીઆર સાથે સમગ્ર બોર્ડમાં છઠ્ઠા નંબરે ઉતિર્ણ થયા છે./
જામનગર જિલ્લાના એ-1 ગ્રેડ ધરાવતા પાંચ વિદ્યાર્થીઓમાંથી ડેલ્ટા સ્કૂલના આ બે વિદ્યાર્થીઓ છે.
ળાના શિક્ષકગણનાં માર્ગદર્શન, વિદ્યાર્થીઓની અથાગ મહેનત થકી આ વિદ્યાર્થીઓએ સફળતા મેળવીને સમગ્ર ધ્રોલ કેન્દ્રમાંથી જે માત્ર બેજ એ-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી ફકત ડેલ્ટા સ્કુલના જ હોય શાળા પરિવાર તથા ધ્રોલ તાલુકાનું ગૌરવ વધારેલ છે.