સોમનાથ ખાતે કોળી સમાજ દ્વારા આઇપીએલ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

14 May 2022 10:31 AM
Veraval
  • સોમનાથ ખાતે કોળી સમાજ દ્વારા આઇપીએલ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

પ્રભાસ પાટણ, તા.14
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે કોળી સમાજ દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 07/05/2022 થી તારીખ 27/05/2022 ના રોજથી કુલ 22 દિવસ સુધી દરરોજ 03 મેચ રમાય છે. જેની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ ના તમામ ખેલાડીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 168 ખેલાડીઓએ ફોર્મ ભરી ને ભાગ લીધેલ છે.

જેમા આઇપીએલ ની રીતે હરાજી દ્વારા દરેક ખેલાડીઓને પોઈન્ટ સીસ્ટમ થી માંગણી કરી કુલ 14 ટીમ બનાવાવામાં આવી છે. જે 2 ગ્રૂપ અલગ અલગ બનાવી અને એક ટીમને કુલ 8 મેચ આઇપીએલ જેમ જ લીગ મેચ રમે છે. અને તમામ મેચ અને તમામ પ્રકારની રીત આઇપીએલ જેમ જ રાખેલ છે. અને આમ તો સોમનાથનો આઇપીએલ જ છે એ રીતે ઓળખાય છે ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક દરરોજ રમે છે. આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે.

આ ટુર્નામેન્ટના તમામ મેન ઓફ ધ મેચનો કપ અખિલ ભારતીય કોળી સમાજ, ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખશ્રી, શ્રી કાનાભાઇ વાસાભાઈ ગઢીયા દ્વારા આપવામાં આવે છે. તથા આ ટુર્નામેન્ટના આયોજન માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ પરિવાર બહુ જ મોટો સહયોગ મળેે છે.
આ ટુર્નામેન્ટનો શુભારંભ અખિલ ભારતીય કોળી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ કાનાભાઈ વાસાભાઇ ગઢીયા દ્વારા કરવામાં આવેલ.
(તસ્વીર : દેવાભાઈ રાઠોડ-પ્રભાસ પાટણ)


Loading...
Advertisement
Advertisement