ગીર સોમનાથના સાંસદની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક મળી

14 May 2022 10:37 AM
Veraval
  • ગીર સોમનાથના સાંસદની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક મળી

લોક કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાઇ

વેરાવળ તા.14
ગીર સોમનાથ જીલ્લાના સાંસદની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક મળેલ જેમાં લોક કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવેલ હતી અને જિલ્લાનો એક પણ બાળક કૂપોષિત ન રહે તે માટે સતત મોનિટરીંગ કરવા માટે સૂચના સાંસદ દ્વારા આપેલ હતી.

સાંસદ રાજેશભાઇ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ એટલે કે દિશા કમિટિની બેઠકમાં કેન્દ્ર સરકારની શિક્ષણ, આરોગ્ય, આવાસ, માળખાગત સુવિધાઓ સહિતની લોક કલ્યાણની વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત ભવન ઇણાજ ખાતેના સભાગૃહમાં મળેલી બેઠકમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ વિકાસલક્ષી યોજનાઓ સમયમર્યાદમાં પૂર્ણ થાય તે સુનિશ્ર્ચિત કરવાની સાથે જ વ્યક્તિગત લાભાર્થીઓની યોજનાઓની જાણકારી લોકોને મળે તે માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા જણાવ્યું હતું તેમજ સરકારની જુદી-જુદી કલ્યાણની યોજનાઓનો લાભ મેળવી જનસુખાકારીમાં વૃદ્ધિ થાય તે દિશામાં નક્કર પગલાં ભરવા માટે સૂચના આપી હતી. સાંસદે ગીર સોમનાથ જિલ્લાનો એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સતત મોનિટરીંગ કરીને નિયત કરાયેલ પ્રોટોકોલ અનુસાર બાળકોને પુરક આહાર અને માર્ગદર્શન આપવા માટે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત શાળાઓના ઓરડાઓના મરમ્મત્ત કે ડીમોલેશન પરિસ્થિતિમાં બાળકોનુ શિક્ષણ ખોરવાય નહીં તે માટે પુરતી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટે સુચના આપી હતી.


Loading...
Advertisement
Advertisement