જસદણ તાલુકાના ગામે-ગામે હોસ્પિટલ લોકાર્પણનું નોતરૂ પાઠવતા ડો.ભરત બોઘરા

14 May 2022 10:38 AM
Jasdan
  • જસદણ તાલુકાના ગામે-ગામે હોસ્પિટલ લોકાર્પણનું નોતરૂ પાઠવતા ડો.ભરત બોઘરા

(નરેશ ચોહલીયા) જસદણ,તા.14
જસદણના આટકોટમા સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ સંસાધનો સાથે ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના પ્રજાલક્ષી હેતુથી શરૂ થવા જઈ રહેલ કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ સંદર્ભે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ તાલુકાના વિછીયા લીલાપુર શિવરાજપુર રાણપરડા ગોખલાણા મઢડા આટકોટ વિરનગર ઝુંડાળા સહિતના ગામોમાં 45 ડીગ્રી તાપમાન વચ્ચે ગ્રામજનો સાથે મુલાકાત કરી આમંત્રણ પાઠવામાં આવી રહ્યું છે.

આ તકે ગ્રામજનો સાથેની બેઠકમાં કે.ડી.પરવાડીયા હોસ્પિટલ દ્વારા મળતી સહાય અને રહેવાસીઓ માટેના ફાયદાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી લોકાર્પણ પ્રસંગે સહભાગી થવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આગામી તા.29 ને સવારે 10 કલાકે કે.ડી.પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણની ઐતિહાસિક શુભ ઘડીના આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

જેના પગલે ડો.ભરતભાઈ બોઘરા દ્વારા જસદણ તાલુકાના ગામે-ગામમાં ઉપસ્થિત ગ્રામજનોને હોસ્પિટલની સુવિધા વિશે માહિતી આપી તેમજ આજે તા.14 ને શનિવારના રોજ રાત્રે 8-30 કલાકે હોસ્પિટલના દાતાઓનો સન્માન સમારંભ તેમજ લોકડાયરામાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.


Loading...
Advertisement
Advertisement