જુનાગઢ તા.14
ધોરાજીના શખ્સે જુનાગઢમાં દુકાન ભાડે રાખી બાદ તે દુકાન જ પચાવી પાડવાનો ઈરાદો કરી દુકાનનું ભાડું બાડુ નથી આપવું જાવ, ભાડુ માંગવા આવીશતો છેડતીની ફરીયાદ કરી દઈશજે વાત જુનાગઢ ડીવાયએસપી સુધી પહોંચતા બકરી બની ચાવી આપી દીધી હતી.
આ અંગેની વિગત મુજબ ઝાંઝરડા ચોકડી પર દુકાન ધરાવતા 70 વર્ષિય સિનીયર સીટીજન રીટાયર્ડ થયા બાદ ખર્ચને પહોંચી વળવા પોતાની દુકાન ધોરાજી રહેતા અને જુનાગઢ ખાતે ઈલેકટ્રીકસનો ધંધો કરતા શખ્સને 6 માસ પૂર્વે ભાડે રૂા.3500ના ભાડેથી આપેલ શરૂઆતના બે માસ ભાડુ આપેલ બાદ ત્રીજા ભાડુતને મકાન દુકાન માલીકની જાણ બહાર ભાડે આપીદીધેલ. બારોબાર અન્યને ભાડે આપેલ દુકાનમાં લેડીજને બેસાડી દીધેલ જેની જાણ ધોરાજી રહેતા મુખ્ય ભાડુતને ફોનથી જાણ કરતા તેમણે ચોખ્ખુ પરખાવી દીધુ હતું કે ભાડુ બાડુ દેવાનું થતુ નથી અને હવે દુકાને જઈશ તો ત્યાં બેઠેલી મહિલા મારફતે છેડતીની ફરીયાદ કરી દેવાશે તેવી ધમકી આપી મોબાઈલ ઉપાડવાનો જ બંધ કરી દીધો હતો.
પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી ગળગળા થઈ આપવિતી જણાવેલ જેમાં જાડેજાએ બી ડીવીઝન પીઆઈ એન.આર. પટેલ, પીએસઆઈ જે.એચ. કછોટ, હે.કો. ધાનીબેન સહિતના પોલીસ સ્ટાફે દુકાને જઈ લેન્ડ ગ્રેબીંગ નીચે કાર્યવાહી કરવાનું દબાણ કરતા અને પોલીસની ભાષામાં વાત કરતા માલીકને દુકાન સોંપી દેવા અને ચાવી આપી દેવા પોપટ બની ગયો અને ચાવી સોંપી દીધી હતી.