(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.14
અમરેલીના સરદાર નગર શેરી નં-4માં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની રમાબેન નવનીતભાઈ આઠવલે નામની ર7 વર્ષીય પરિણીતા ઉપર ગઈકાલે સાંજે તેણીના પતિ નવનીત હરિદાસભાઈ આઠવલેએ તેણી ઉપર ચારિત્ર્ય શંકા કરી તેણીનો મોબાઈલ ફોન લાદીમાં ફેંકી તોડી નાંખી ઝગડો કરેલ હતો અને તેણીને ગાલ ઉપર લાફો મારી દીધેલ.
બાદમાં મોડી રાત્રિના ર વાગ્યાના સમયે તેણી પાણી પીવામાટે ઉભા થતાં તેણીના પતિએ રસોડામાંથી છરી લઈ આવી પત્નિને જમણા ખંભાની પાછળ છરીના ઘા મારી ઈજા કરી તથા તેણીના વાળ પકડી ગળા ઉપર છરી રાખી આજે તો તને પતાવી દેવી છે તેમ કહી છરીનો બીજો ઘા તેણીના ગળાના ભાગે મારી જાનથી મારી નાખવાની કોશિષ કરેલ. જયારે ત્રીજો ઘા ગળા ઉપર મારવા જતાં તેણીએ મોઢું ફેરવી લેતા ગાલ ઉપર ઈજા થવા પામી હતી.
આ બનાવ દરમિયાન તેણીએ રાડારાડ કરતાં તેણીને બચાવવા માટે થઈ લોકો એકઠા થઈ જતાં તેણીને એમ્બ્યુલન્સ 108 મારફત સરકારી દવાખાને ખસેડાયેલ. જયાં તેણીને ગાલ ઉપર 9 તથા ખંભા પાછળ 6 જેટલા ટાંકા આવેલ છે. આ બનાવમાં પત્નિએ પોતાના પતિ સામે મારી નાખવાની કોશિષ કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ક્રિકેટ સટ્ટો:-
અમરેલીના હનુમાન પરામાં રહેતા અને આર.ટી.ઓ. એજન્ટ તરીકે કામ કરતા કપિલભાઈ પ્રવિણભાઈરાઠોડ ગઈકાલે રાત્રીના સમયે અમરેલીના જૂના માર્કેટયાર્ડના દરવાજા પાસે જાહેરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ વચ્ચે રમાતી આઈપીએલ ક્રિકેટ મેચમાં ઓનલાઈનમાં હાર-જીતનો સટ્ટો રમતા હોય આ અંગે સીટી પોલીસે તેમને રોકડ રકમ રૂા. 4040 તથા મોબાઈલ ફોન-1 મળી કુલ રૂા. 14040ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેતરમાં નુકશાન:-
હાલ અમદાવાદ રહેતા અને મૂળ બગસરા તાલુકાના હાલરીયા ગામના વતની ચતુરભાઈ પોપટભાઈ કોરાટની વાડીમાં ગત તા. 3/પ થી તા. 10/પના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે વાડીમાં પ્રવેશ કરી વાડીના બોરીંગ દારની પાઈપ તોડી સબમર્શીબલ મોટર વાયર સાથે બોરીંગ દારમાં નાખી બોરીંગદાર બૂરી દઈ તથા સબમર્શીબલ તથાકેબલ વાયર 100 ફુટ મળી કુલ રૂા. 1,10,000ની નુકસાની કર્યાની ફરિયાદ બગસરા પોલીસમાં નોંધાઈ છે.