વેરાવળ તા.14
વેરાવળ તાલુકાના પંડવા ગામ નજીક ટ્રેકટરના ચાલકે મોટર સાયકલ ને હડફેટે લેતા ચાલકનું મૃત્યુ નીપજેલ છે. આ બનાવ અંગે પોલીસે ટ્રેકટરના ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ ઇન્દ્રોય ગામે રહેતા જગાભાઇ લાખાભાઇ બામણીયા તેમની મોટર સાયકલ નં. જી.જે. 32 ઇ. 5996 ની લઇ ઇન્દ્રોય થી પંડવા જઇ રહેલ તે વખતે ટ્રેકટર નં. જી.જે. 32 બી. 0934 ના ચાલકે બેફીકરાઇથી ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા જગાભાઇ ને માતાના ભાગે ગંભીર ઇજાઓ સાથે હોસ્પીટલમાં ખસેડેલ જયાં ફરજ પરના તબીબે મૃત્યુ નીપજેલ હોવાનું જાહેર કરેલ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ જયસુખભાઇ બામણીયા ઉ.વ.34 એ ટ્રેકટરના ચાલક કાનજી સોલંકી રહે.માથાસુરીયા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. મારૂ એ હાથ ધરેલ છે.
અધિકારી સામે ફરિયાદ
વેરાવળ શહેરમાં ડારી નજીક આવેલા ટોલબુથના ટોલટેકસ બાબતના વિવાદમાં સામાજીક કાર્યકર સાથે કવરેજ કરવા ગયેલ પત્રકારને એનએચએઆઇના અઘિકારીએ જાપટ મારી જ્ઞાતિ પ્રત્યે હડઘુત કર્યા હોવા અંગેની ફરીયાદ પત્રકારે નોંઘાવતા પોલીસે એટ્રોસીટી એકટની કલમ નીચે ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે. આ બનાવમાં અગાઉ હાઇવે ઓથો.ના અઘિકારીએ ટ્રાન્સપોર્ટર તથા ત્રણ પત્રકારો સહિત દસ શખ્સો સામે ફરીયાદ નોઘાવ્યા બાદ સામાપક્ષે પણ ફરીયાદ નોંઘાવાઇ છે.
વેરાવળમાં ડારી ટોલબુથ ઉપર ટોલ ટેકસના ચાલતા વિવાદમાં ત્રણ દિવસ પહેલા ટ્રાન્સપોર્ટર જગમાલભાઇ વાળા સહિતના શખ્સોએ નેશનલ હાઇવે ઓથોરીટીની કચેરીમાં જઇ અઘિકારીને માર માર્યા અંગે ત્રણ પત્રકારો સહિત દસ શખ્સો સામે ગુનો નોંઘાયેલ હતો. જે મામલે પત્રકાર રામજીભાઇ ચાવડાએ હાઇવે ઓથો.ના અઘિકારી રાજીવ મલ્હોત્રા સામે ફરીયાદ નોંઘાવેલ છે જેમાં જણાવેલ કે, સામાજીક કાર્યકર જગમાલભાઇ વાળાએ હાઇવે ઓથો.ની કચેરી ખાતે રજુઆત કરવા જતા હોવાથી પત્રકાર રામજીભાઇને બોલાવેલ હતા જેથી રામજીભાઇ ત્યાં જઇ કવરેજ કરી રહેલ તથા પોતાની રજુઆત કરવા જતા અઘિકારીએ બિભત્સ શબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાપટો મારી હતી જેથી આ અંગે રામજીભાઇએ ફરીયાદ કરતા પોલીસે અઘિકારી સામે આઇપીસી કલમ 323, 504, 506(2) તથા અનુસુચિત જાતી અને જન જાતી પ્રતિબંધ અધિનીયમ એટ્રોસીટી કલમ મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ઘરી છે.
આ વિવાદમાં અગાઉ અઘિકારીએ નોંઘાવેલ ફરીયાદમાં ત્રણ પત્રકારોના નામ હોય જે કાઢી નાંખવા અંગે એસ.પી. ને પત્રકારો દ્વારા આવેદન પત્ર પાઠવી માંગ કરતા અધિકારીઓએ તટસ્થ તપાસ કરવાની ખાત્રી આપેલ હતી.