(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.14
અમરેલી જિલ્લા વિદ્યાસભા કેમ્પસમાં છેલ્લા 15 વર્ષથી ગુજરાતી માઘ્યમ અને અંગ્રેજીમાઘ્યમની શાળાઓ કાર્યરત થઈ છે. 1400 દીકરા માટે નિવાસની વ્યવસ્થાની 3 હોસ્ટેલ બિલ્ડીંગ તમામ સુવિધા સાથે સજજ છે. છેલ્લા પ વર્ષથી 400 દીકરીઓ માટે નિવાસી વ્યવસ્થા નિર્માણ થઈ છે.
હવે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સર્વે સમાજની દીકરીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવે એવા ઉદેશ્યથી ચાલું વર્ષથી વિદ્યાસભા કેમ્પસ ખાતેની શાળાઓમાં હવે પ્રવેશ મેળવનાર દીકરીઓને સ્કૂલ ફીમાં 50% ફી રાહત આપવાનો તેમજ હોસ્ટેલ ફી માં વાર્ષિક 13,000થી 18,000 જેટલી સ્કોલરશીપ આપવાનો સંવેદનશીલ નિર્ણય પ્રમુખ વસંતભાઈ ગજેરાએ કર્યો છે.