(મિલાપ રૂપારેલ )અમરેલી, તા.14
અમરેલીનાં આંગણે શ્રી દ્વારકાધીશજી પ્રભુની હવેલી (નંદાલય)નાં નવનિર્માણનાં ષષ્ટમ પાટોત્સવનાં અવસરે પૂ.પા.ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજનાં શ્રીમુખે દિવંગત વૈષ્ણવોનાં આત્માનાં સ્મણાર્થે શ્રીમદ્ભાગવત કથાનું આયોજન આગામી 19 મે ગુરૂવારથી રપ મે ને બુધવાર સુધી નૂતન હાઈસ્કૂલનાં પટાંગણમાં કરવામાં આવેલ છે.
19મે નાં રોજ બપોરે 4 કલાકે શ્રી દ્વારકાધીશજી પ્રભુની હવેલીથી શ્રી ભાગવતજીનાં સામૈયા સંપૂર્ણ પુષ્ટિમાર્ગીય લવાજમાં બેન્ડવાજા સાથે શહેરનાં રાજમાર્ગો પર પસાર થઈ શ્રી વૃંદાવનધામ (કથા સ્થળ) પધારશે. જેમાં બહેનો કેસરી સાડી, બાળાઓ કળશ તથા ભાઈઓ ધોતી, બંડી ઉપરણા સાથે હાજરી આપશે.