દિલ્હીમાં ભીષણ આગ: 27 જીવતા ભુંજાયા : હજુ 27 મહિલા સહિત 29 લાપતા

14 May 2022 11:00 AM
India
  • દિલ્હીમાં ભીષણ આગ: 27 જીવતા ભુંજાયા : હજુ 27 મહિલા સહિત 29 લાપતા

* ચાર માળની ઈમારત આગમાં લપેટાઈ ગઈ: 100 થી વધુ ફસાયા હતા

* 18 થી વધુ ગંભીર હાલતમાં સારવાર હેઠળ, 60ને બચાવવામાં સફળતા: વડાપ્રધાને સંવેદના દર્શાવી: મૃતકના પરિવારને રૂા.2-2 લાખની સહાય: તપાસના આદેશ

* દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મૃતકોના પરિવારને રૂા. 10-10 લાખની મદદ જાહેર કરી : સીસીટીવી વગેરે બનાવતી કંપનીના બે માલિકોની ધરપકડ

નવી દિલ્હી તા.14
દિલ્હીના મુંડકા ક્ષેત્રમાં ગઈકાલે રાત્રીનાં લાગેલી એક ભયાનક આગમાં ઓછામાં ઓછા 27 લોકો જીવતા સળગી મર્યા છે. 8 લોકોને અત્યંત ગંભીર હાલતમાં હાલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને હજુ પણ ચાર માળની ઈમારત જયાં આગ લાગી હતી તેમાં આગમા ભસ્મીભુત થયેલા અને કાળમાળ જેવી બની ગયેલી ઈમારતના અંદરના ભાગમાં તલાસી જારી છે.

આ આગ એટલી ભીષણ બની હતી કે આસપાસના મકાનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા. બીજી તરફ આ આગની ઘટનામાં હજુ 27 મહિલા સહિત 29 લાપતા હોવાના અહેવાલ છે અને ફાયરબ્રિગેડ તથા ફોરેન્સીક ટીમ દ્વારા ઇમારતની અંદર તપાસ શરુ કરવામાં આવી છે. અને માનવઅસ્થિ તે તેવા કોઇ કે સળગી ગયેલા મૃતદેહ મળે તો તેની ડીએનએ કરાવવાનો પણ નિર્ણય લેવાયો છે.

જો કે લાપતા મનાતા તમામ ગઇકાલે આ ફેકટરીમાં કામ પર આવ્યા હતા કે કેમ તે પણ તપાસાઇ રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના પરિવારોનેે રૂા. 10-10 લાખની સહાય જાહેરાત કરી છે તથા મેજીસ્ટ્રેરીયલ તપાસ પણ કરવામાં આવશે.

આ આગની ઘટનામાં 69 જેટલા લોકોને તો બારીઓ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા શુક્રવારે સાંજે લગભગ 4.35 કલાકે ઈમારતનાં પ્રથમ માળમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા અને ધીમે ધીમે આગની જવાળાઓ બહાર આવવા લાગી હતી અને ઈમારતના તમામ ચાર માળ આગની લપેટમાં આવી ગયા હતા.
આ ઈમારતમાં સીસીટીવી કેમેરા અને રાઈટર નિર્માણ કરતી કંપનીમાં 70 થી વધુ જેમા મોટાભાગે મહિલાઓ છે તેઓ કામ કરતાં હતા અને આગ લાગતા જ તેઓએ બારીમાંથી કુદકા માર્યા હતા.

જોકે આગે જોતજોતામાં પુરી ઈમારતને ઘેરી લીધી હતી અને ફાયરબ્રિગેડ એનડીઆરએફ વિ.ની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી પણ 27 લોકો ત્યાં સુધીમાં જીવતા ભુંજાઈ ગયા હતા. જેમાં બચાવ કાર્યમાં જોડાયેલા ફાયર બિગ્રેડના બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.જ્યારે લાપતા લોકો અંગે પણ તપાસ શરુ કરાઈ છે.

કેટલાંક શબ તો ઓળખી શકાય નહિં તે રીતે સળગી ગયા છે અને મોડી રાત્રીના આગ કાબુમાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યકત કરતાં મૃતકના પરિવારને રૂા.2-2 લાખની સહાયની જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement