ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકી દેવાયો

14 May 2022 11:04 AM
Rajkot Gujarat
  • ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકી દેવાયો

સીએનજીના ભાવમાં રૂા. 2.60નો વધારો, પીએનજીના ભાવમાં રૂા. 3.51નો વધારો

રાજકોટ,તા. 14
દેશમાં એક તરફ આગામી ઓક્ટોબર માસમાં તમામ પ્રકારના ગેસના ભાવની પુન:વિચારણા થઇ શકે તે વચ્ચે જ ગુજરાતમાં વ્યાપક નેટવર્ક ધરાવતી સરકારી કંપની ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવાયો છે અને હવે રાજ્યમાં ખાનગી અને સરકારી બંને કંપનીઓના સીએનજી તથા પીએનજીના ભાવ સમાન થઇ ગયા છે.

ગુજરાત ગેસ દ્વારા ગુપચુપ રીતે તા. 10થી અમલમાં આવે તે રીતે સીએનજીના ભાવમાં રૂા. 2.60નો વધારો કરતાં જૂના ભાવ જે રૂા. 79.56 હતા તે વધીને રૂા. 82.16 થયા છે જ્યારે પીએનજીના ભાવમાં રૂા.3.51નો વધારો કરવામાં આવ્યો છે અને જૂના ભાવ જે રૂા. 44.14 હતા તે હવે વધીને રૂા.48.50 થયા છે.

આ કારણે રાજ્યમાં હવે વાહનચાલકો માટે સીએનજી અને પેટ્રોલના ભાવમાં જે રીતે સતત તફાવત ઘટતો જાય છે અને ગૃહિણીઓ કે જે એકબાદ એક શહેરોમાં પાઇપલાઇન મારફત ગેસ પુરો પાડવાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે ત્યાં પણ ભાવ વધારાને કારણે નવી સમસ્યા લોકોના બજેટમાં થશે.


Related News

Loading...
Advertisement
Advertisement