સરકારી નોકરીની તૈયારી કરતા પોલીસમેનના પુત્ર સાથે બાઇક અથડાવી બે શખ્સોએ મારમાર્યો

14 May 2022 11:16 AM
Rajkot Crime
  • સરકારી નોકરીની તૈયારી કરતા પોલીસમેનના પુત્ર સાથે બાઇક અથડાવી બે શખ્સોએ મારમાર્યો

* રાજકોટના રૈયા રોડનો બનાવ

* ગઈકાલે કલાસીસથી ઘરે જતો હતો ત્યારે બે શખ્સોએ બાઇક અથડાવી:ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ,તા.14
રાજકોટમાં સરકારી નોકરીની તૈયારી કરતા અને પાણી પુરવઠામાં નોકરી કરતા પોલીસમેનનો પુત્ર ગઈકાલે કલાસીસમાંથી બાઇક લઈ ઘરે જતો હતો ત્યારે રૈયારોડ પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે શખ્સોએ બાઇક અથડાવી યુવકને મારમારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા ઉત્સવ રાજસીભાઈ ભારવાડિયા (ઉ.વ.23)ની ફરિયાદ પરથી જીજે.03.ઇએમ.5555 નંબરની બાઇકમાં ડબલ સવારીમાં આવેલા શખ્સો સામે કલમ 324,323,504 અને 114 હેઠળ કાર્યવાહી કરી છે.ઉત્સવે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું સરકારી નોકરીની તૈયારી કરું છું અને ક્રિષ્ના ફાઉન્ડેશનમાં કલાસીસ કરું છું.તેમજ પાણી પુરવઠામાં કોન્ટ્રાકટ પર નોકરી કરું છું.મારા પિતા ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે.

ગઈકાલે રાત્રીના સમયે હું રૈયારોડ પરના ક્રિષ્ના ફાઉન્ડેશન કલાસીસમાંથી છૂટીને ઘરે જતો હતો ત્યારે રૈયારોડ ન્યુ એરા સ્કૂલ સામે રોડ પરથી પસાર થતા ડબલ સવારી બાઇકમાં આવેલા શખ્સોએ બાઇક અથડાવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો મારમારી એક શખ્સે માથામાં કડુ મારી માથામાં ઇજા કરી હતી.ત્યારબાદ બંને શખ્સો નાસી ગયા હતા.તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઈ જયસુખભાઈ હૂંબલ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement