ગરમીનો કહેર; ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખનો ભોગ લીધો

14 May 2022 11:23 AM
Surendaranagar Top News
  • ગરમીનો કહેર; ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખનો ભોગ લીધો
  • ગરમીનો કહેર; ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખનો ભોગ લીધો

ભાજપના વોર્ડ નં.6ના સભ્ય અને મુસ્લિમ અગ્રણી રફીકભાઇ ચૌહાણનું હાર્ટ એટેકથી અવસાન: આઇ.કે. જાડેજા દોડયા: બજારો બંધ: શોકની લાગણી

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા. 14
સુરેન્દ્રનગર જિલ્લાના નગરપાલિકાના ઉપ પ્રમુખ અને ભાજપના વોર્ડ નંબર 6 ના સુધરાઈ સભ્ય મુસ્લિમ સમાજના અગ્રણી રફીકભાઈ ચૌહાણ નું હાર્ટ એટક આવતાં અવસાન થયું છે. ધ્રાંગધ્રા ભાજપના સક્રિય કાર્યકર અને વર્ષોથી ભાજપ લધુમતિ મોર્ચા નું બળ પૂરું પાડતાં રફીકભાઈ ચૌહાણનું નાની વયે અવસાન થતાં શોકની લાગણી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામના નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણને મેજર એટેક આવવાની ઘટના બની છે તેમનું દુ:ખદ અવસાન થતાં તેમના નિવાસસ્થાન અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે રફીક ભાઈ ચૌહાણ મિલનસાર સ્વભાવ અને અનેક લોકોના સુખ દુ:ખના સાથીદાર હતા ત્યારે તેમના અવસાનથી ધાંગધ્રા શહેરમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

ત્યારે તાત્કાલિક અત્રે આ ઘટનાની જાણકારી મળતા હોસ્પિટલ પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજા પણ દોડી ગયા હતા અને ધાંગધ્રાના અનેક સેવાભાવી લોકો હોસ્પિટલે દોડી ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ગરમીએ ધાંગધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણનો ભોગ લીધો હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે ડોક્ટરે જણાવ્યું કે તેમને મેજર એટેક આવતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી છે.

તેમની જનાજા યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી ત્યારે ધાંગધ્રા શહેરના તમામ નાગરિકો નાતજાતના ભેદભાવ ભૂલી અને રફીકભાઈની જનાજા યાત્રામાં જોડાયા હતા આ સમાચાર ધાંગધ્રાની બજારમાં વેપારી મિત્રો તેમજ અન્ય નાગરિકોને જાણવા મળતાની સાથે જ બપોરે દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી ત્યારે તેમની જનાજા યાત્રામાં પુર્વ મંત્રી આઇ.કે.જાડેજા તેમજ ધાંગધ્રા નગરપાલિકાના સદસ્યો નગરપાલિકાના પ્રમુખ તેમજ મુસ્લીમ સમાજના તમામ આગેવાનો અને શહેરીજનો સ્વયંભૂ તેમની જનાજા યાત્રામાં જોડાયા હતા ધાંગધ્રા નગરપાલિકા ના ઉપપ્રમુખ રફિકભાઈ ચૌહાણ ના અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ પડી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા હતા.Related News

Loading...
Advertisement
Advertisement