પાક વધવા છતાં સરસવનું તેલ બન્યું મોંઘુ

14 May 2022 11:42 AM
India World
  • પાક વધવા છતાં સરસવનું તેલ બન્યું મોંઘુ

* બાકી તેલોની આયાત ઘટતા સરસવ તેલ પર દબાણ વધ્યુ

* છેલ્લા ત્રણ વર્ષથી સરસવ તેલમાં સતત ભાવ વધારો: દેશમાં સરેરાશ 185 રૂપિયે કિલોના ભાવે વેચાય છે સરસવ તેલ, છુટક બજારમાં વધુ ભાવ: સરસવ તેલના ઉત્પાદનમાં રાજસ્થાન-ગુજરાત મોખરે

નવી દિલ્હી તા.14
સામાન્ય રીતે પૂરવઠો વધુ હોય તો વસ્તુની કિંમત ઓછી હોય છે.પરંતુ દેશમાં સરસવનું ઉત્પાદન વધવા છતાં સરસવનાં તેલની કિંમતમાં વધારો થયો છે.સારો પાક થયો હોય તો મોટાભાગે સરસવના દામ નરમ રહેતા હોય છે પણ આ વખતે ઉત્પાદનમાં લગભગ 30 ટકાનો વધારો છતાં સરસવનાં ભાવમાં વધારો યથાવત છે.

સરકારી આંકડા બતાવે છે કે, દેશમાં વિભિન્ન ભાગોમાં સરસવનું પેક તેલ સરેરાશ 185 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. લોકલ માર્કેટમાં આ તેલની કિંમત વધુ છે. રવિના પાકમાં આ વર્ષે લગભગ 111 લાખ ટન સરસવનું ઉત્પાદન થયુ છે. આ વર્ષે 2020-21 ની તુલનામાં લગભગ 30 ટકા વધુ છે. કારણ કે ગત વર્ષે સરસવનું ઉત્પાદન 85 લાખ ટન રહ્યું હતું. વર્ષ 2019-20 માં સરસવનું ઉત્પાદન લગભગ 65.97 લાખ ટન રહ્યું હતું. મતલબ સરસવના ઉત્પાદનમાં સતત વૃધ્ધિ છતાં તેના ભાવ વધી રહ્યા છે.

ઉત્પાદનમાં રાજસ્થાન અને ગુજરાત આગળ
રાજસ્થાનમાં સૌથી વધુ રકમોમાં સરસવનું ઉત્પાદન થાય છે.જયારે પ્રતિ હેકટર ઉત્પાદનમાં ગુજરાત સૌથી આગળ છે. સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ અનુસાર ગુજરાતમાં 1910 કિલો પ્રતિ હેકટર સરસવ ઉગે છે. ઉતર પ્રદેશમાં સરસવ પ્રતિ હેકટર સરેરાશ 1461 કિલો અને મધ્ય પ્રદેશમાં 1070 કિલો ઉગે છે.

સરસવ તેલની કિંમતમાં સતત વધારો
છેલ્લા કેટલાક વર્ષોથી સરસવનાં તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આઠ વર્ષ પહેલા 12 મે 2014ના સરસવનાં તેલની કિંમત ન્યુનતમ કિંમત 75 અને અધિકતમ 144 રૂપિયા કિલો હતી. 12 મે 2010 માં આ કિંમત 82 રૂપિયાથી 165 રૂપિયા હતી. જયારે 1 એપ્રિલ 2021 ના કિંમત 145 રૂપિયા કિલો હતી. આ વર્ષ 2022 માં સરસવની પ્રતિ કિલો 185 રૂપિયા ભાવ છે.

સરસવ તેલનાં ભાવ વધારા મામલે સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડના અધ્યક્ષ સુરેશ નાગપાલે જણાવ્યું હતું કે બાકી તેલોની આયાત ઘટવાથી સરસવનાં તેલ પર દબાણ વધ્યુ છે જોકે ગત વર્ષની તુલનામાં ભાવ વધુ અધિક નથી.


Related News

Loading...
Advertisement
Advertisement