ફોર્બ્સના ગ્લોબલ-2000 લિસ્ટમાં રિલાયન્સની છલાંગ

14 May 2022 11:44 AM
India Top News World
  • ફોર્બ્સના ગ્લોબલ-2000 લિસ્ટમાં રિલાયન્સની છલાંગ

2022 માટે ટોચની 2000 કંપનીઓની યાદીમાં રિલાયન્સનું સ્થાન 53મું: અદાણીની પાંચ કંપનીઓનો પણ પહેલીવાર સમાવેશ

મુંબઈ, તા.14
ફોર્બ્સે દુનિયાભરની કંપનીઓની ‘ગ્લોબલ-2000’ નામની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ બે સ્થાનના ઉછાળા સાથે હવે 53મા ક્રમે પહોંચી ગઈ છે. આ યાદીમાં ઉર્જા અને બેન્કીંગ ક્ષેત્રમાંથી અનેક ભારતીય કંપનીઓને સામેલ કરવામાં આવી છે.

ફોર્બ્સે 2022 માટે ટોચની 2000 કંપનીઓનું રેન્કીંગ જાહેર કર્યું છે. આ યાદીમાં વેચાણ, લાભ, પરિસંપત્તિ અને બજાર મૂલ્યાંકન જેવા માપદંડના આધારે દુનિયાભરની સૌથી મોટી કંપનીઓ સ્થાન મેળવે છે.

આ યાદીમાં રિલાયન્સે ભારતીય કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે એસબીઆઈ બીજા સ્થાને છે. યાદીમાં જોડાનારી નવી કંપનીઓમાં અદાણીની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ, અંદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ પણ સામેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement