જુનાગઢ તા.14
જુનાગઢ ગિરનાર દરવાજા રોડ પરના ફાયર સ્ટેશન પાસે તા.13-5ની મોડી રાત્રીના 1.15 કલાકે ક્રાઈમ બ્રાંચ પોલીસે મોટર સાયકલ નં. જીજે 03 એચએન 3708ને રોકી ચેક કરતા આરોપીઓ વાહીદ રજાક કુરેશી (ઉ.29) રે. કેમ્બ્રીજ સ્કુલ પાસે વાળાને અને આમીર કાળા સાંધ ઉ.21 રે. જોષીપરા યોગેશ્ર્વરનગર વાળાના કબ્જામાંથી 23 બોટલ ઈંગ્લીશ દારૂ કિંમત રૂા.29,200 મોબાઈલ ચાર રૂા.11000 મો.સા. 25000 મળી કુલ રૂા.45,200ના મુદામાલ સાથે દબોચી લીધા હતા. તેમની પુછપરછમાં શાહનવાજ ફકીર રે. બીલખા રોડ ધરારનગર ગેઈટ પાસે વાળાનું નામ ખુલવા પામ્યું હતું. એ ડીવીઝન પીએસઆઈ એ.કે. પરમારે તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
માણાવદરથી 16 કી.મી. દુર ઈન્દ્રા ગામે રહેતા મુકેશભાઈ જેન્તીભાઈ રાણવા (ઉ.27) ગત તા.27/4ના પોતાના ભાગીયાની વાડીમાં મગના વાવેતરમાં દવા છાંટતા હતા જે દવાની ઝેરી અસર થતા માણાવદર સરકારી દવાખાનેથી વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યાંતી જામનગર ગુરુ ગોવિંદ હોસ્પીટલમાં ખસેડાતા જયાં સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર પોલીસે હાથ ધરી છે.