કેશોદનાં કરેણી-અજાબ માર્ગમાં બે બાઇક અથડાતા દંપતિ ખંડિત : પત્નીનું ઇજાથી મોત

14 May 2022 11:49 AM
Junagadh Crime
  • કેશોદનાં કરેણી-અજાબ માર્ગમાં બે બાઇક અથડાતા દંપતિ ખંડિત : પત્નીનું ઇજાથી મોત

* જુનાગઢમાં ટીવી સ્ટેશન પાસે તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

જુનાગઢ, તા. 14
કેશોદના કરેણી અજાબ ગામ વચ્ચે મોટર સાયકલની પાછળ મોટરસાયકલ ચાલકે ભટકાવી દેતા દંપતિ ખંડિત થતા પત્નીનું મોત નોંધાયું હતું.
કેશોદના શેરગઢ ગામે રહેતા ફરીયાદી નાથાભાઇ મકવાણા (ઉ.વ.60) ગત તા. 12-5ના પોતાના મોટર સાયકલમાં તેમના પત્ની સાથે જઇ રહ્યા હતા ત્યારે સાંજના પના સુમારે કરેણી-અજાબ ગામ વચ્ચે પાછળથી આવી રહેલ મોટર સાયકલ નં. જીજે 11-0118 (પુરા નંબર ખબર નથી)વાળા ચાલકે તેમની મોટરસાયકલ સાથે ભટકાવી દેતા પાછળ બેઠેલા નાથાભાઇના પત્ની જયાબેન નાથાભાઇ મકવાણા નીચે પડી જતા ગંભીર ઇજા થતા મોત નિપજયું હતું. અકસ્માત સર્જીને મોટરસાયકલ ચાલક ભાગી છુટયો હતો. કેશોદ પીએસઆઇ કે.એચ.ડાંગરે તપાસ હાથ ધરી છે.

તમંચા સાથે ઝડપાયો
એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે જુના ટીવી સ્ટેશન પાસેના ગ્રાઉન્ડના કાચા રસ્તા પર વોચ ગોઠવી આરોપી લખમણ ભીમા હુણ રબારી (ઉ.વ.ર1) રહે. ગણેશનગર ગામના ચોરા પાસેના કબ્જામાંથી આધાર પુરાવા વગરનો દેશી તમંચો એક કિંમત રૂા. 10,000 સાથેનો પકડી પાડયો હતો. તેમની પુછપરછમાં આ તમંચો મકકા નાથા લાકડ રે. શાપુર (વંથલી)વાળા પાસેથી મેળવવાનું કબુલતા તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે. આ અંગેનો નોંધી એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એ.એમ.ગોહિલે આર્મ એકટ મુજબ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement