કેરળમાં ‘ટૉમેટો ફિવર’નો હાહાકાર: 84 બાળકોને હડફેટે લેતી બીમારી

14 May 2022 11:59 AM
India Top News
  • કેરળમાં ‘ટૉમેટો ફિવર’નો હાહાકાર: 84 બાળકોને હડફેટે લેતી બીમારી

હાથમાં ટમેટા જેવા રંગની મોટી મોટી ફોડલીઓ નીકળતી હોવાની રાવ: રોગ કઈ રીતે ફેલાઈ રહ્યો છે તેને શોધવા મથામણ

નવીદિલ્હી, તા.14
કોરોના સહિતની મહામારીમાંથી ધીમે-ધીમે છૂટકારો મળી રહ્યો છે ત્યાં એક નવો રોગ મોઢું ફાડીને ઉભો રહી ગયો છે. કેરળમાં અંદાજે 84 જેટલા બાળકોમાં ‘ટૉમેટો ફિવર’ મળી આવ્યો છે. આ એક ખાસ પ્રકારના વાયરસને કારણે ફેલાય છે અને નાના બાળકોને શિકાર બનાવે છે. મુંબઈ કે દિલ્હીમાં અત્યાર સુધી આવો કેસ મળ્યો નથી સાથે સાથે નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે આનાથી ડરવાની જરૂર નથી.

ફોર્ટિસ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ ડૉ.અરુણ ગુપ્તાએ કહ્યું કે કેરળમાં પાંચ વર્ષના નાના બાળકોમાં આ ફિવર જોવા મળી રહ્યો છે. આ એક ખાસ પ્રકારના વાયરસને કારણે થાય છે. જેવી રીતે અછબડાની બીમારી ફોડકીઓ નીકળે છે તેવી જ રીતે આમાં પણ થાય છે. જો કે અછબડામાં ફોડકીઓ નાની હોય છે પરંતુ ટોમેટો ફિવરમાં ફોડકી મોટી હોય છે અને તેનો રંગ લાલ કલરનો હોય છે જે જોવામાં ટમેટા જેવો લાગે છે.

આકાશ હેલ્થકેરના પીડિયાટ્રિક્સ ડૉ.મીનાએ કહ્યું કે આ બીમારીની ગંભીરતા અને પ્રકૃતિ વિશે અત્યાર સુધી કોઈ પ્રકારની જાણકારી નથી. આ ફિવરનાં લક્ષણોમાં તીવ્ર તાવ, ચામડી પર ચકામા પડી જવા વગેરે છે. સંક્રમણ ક્યાંથી ફેલાય છે તેની હજુ સુધી ભાળ મળી નથી. બાળકને બીમારીથી બચાવવા માટે હેન્ડ સેનિટાઈઝેશન જરૂરી છે.

ઈન્ડિયન સ્પાઈનલ ઈન્જરી સેન્ટરના નિષ્ણાત ડૉ.કર્નલ વિજય દત્તાએ કહ્યું કે ટોમેટો ફિવર વાયરલ ઈન્ફેક્શન છે. તમીલનાડુ અને કેરળ સરકાર આ રોગ પર નજર રાખી રહી છે અને અત્યારે એ શોધાઈ રહ્યું છે કે આખરે આ બીમારી ફેલાઈ શા માટે રહી છે.

ઉત્તર કોરિયામાં કોરોનાથી થયું પહેલું મોત
ઉત્તર કોરિયાએ જાહેર કર્યું કે દેશમાં તાવથી પીડિત છ લોકોના મોત થયા છે જેમાં એક વ્યક્તિ કોરોના વાયરસના ઑમિક્રોન વેરિયેન્ટથી સંક્રમિત હતી. દેશમાં તાજેતરમાં જ 3.5 લાખ લોકો તાવમાં પટકાયા હતા. દરમિયાન કોરોનાનો પહેલો કેસ સામે આવ્યા બાદ નેતા કિમ જોગ ઉન પહેલીવાર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement