ગઢકા ખાતે શ્રી મુળવાનાથની જગ્યાએ સમસ્ત ભરવાડ સમાજનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ : તડામાર તૈયારીઓ

14 May 2022 12:01 PM
Rajkot
  • ગઢકા ખાતે શ્રી મુળવાનાથની જગ્યાએ સમસ્ત ભરવાડ સમાજનો ત્રિદિવસીય ભવ્ય મહોત્સવ : તડામાર તૈયારીઓ

* ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે 12 સ્તંભ સ્થપાશે * ત્રણ દિવસનો મહારૂદ્રી યજ્ઞ : પ1 દિકરીઓના સમુહલગ્ન : બે લાખ ભાવિકો આવશે

રાજકોટ, તા. 14
અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણએ પધરામણી કરી પ્રભુ પગલા પાડયા એ ઐતિહાસિક મુળવાનાથની જગ્યા અઠેદ્વારકા રાજકોટ તાલુકાના ગઢડા ખાતે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આગામી તા. 14, 15, 16 મે દરમ્યાન ત્રિદિવસીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 દિવસ મહારૂદ્રી યજ્ઞ, ભવ્ય લોકડાયરો, એક સાથે 12 સ્તંભ ઉભા કરાશે અને 51 દિકરીઓના સમુહ લગ્ન યોજાશે. આ ત્રણ દિવસ દરમ્યાન અંદાજીત બે લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે.
મુળવાનાથની જગ્યામાં યોજાનાર આ ધાર્મિક મહોત્સવમાં તા. 14,15,16 ત્રણ દિવસ શાસ્ત્રોકતવિધિથી મહારૂદ્રી યજ્ઞ યોજાશે,

તા. 1પના રોજ રાત્રે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવાયત ખવડ, બીરજુ કોરાટ, કૌશિક ભરવાડ, ખીમજીભાઇ ભરવાડ, નિલેષ સોરીયા, હેમત મુંધવા, વિજુબેન આહીર, રીંકુબેન ભરવાડ, સાજીદ મીર (તબલાવાદક), મહેશ બારોટ વગેરે કલાકારો સાહિત્ય રસ, લોકગીતની રમઝટ બોલાવશે. તા. 16ના રોજ સવારે 9 વાગ્યે ગુજરાતમાં પ્રથમવાર એવા એકસાથે 1ર સંવરા મંડપ ઉભા થશે. તા.16ના રોજ સવારે 10 કલાકે 51 દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. તા.16ના સંતો મહંતોના આશિર્વાદ સાથે આમંત્રીત મહેમાનોનું ભવ્ય સન્માન કરવામાં આવશે.

આ મહામંગલમય પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમપૂજય શ્રી ઘનશ્યામપુરીબાપુ તોરણીયાના નકલંકધામના મહંત પરમપૂજયશ્રી રાજેન્દ્રદાસબાપુ, પરબધામના મહંત પરમપૂજય કરશનદાસબાપુ, ગઢકાના મહંત રામદાસબાપુ, રાજપીપળાના મહંત ઘનશ્યામદાસબાપુ, દ્વારકા મુળવાનાથની જગ્યાના મહંત શ્રી બાલારામબાપુ, શિવપુરીધામ દ્વારકાના મહંત મુનાબાપુ, બાવળીયાળીના મહંત શ્રી રામબાપુ, આંબરડીના મહંત શ્રી ગોપાલભગત, ગણેશભગત સહિતના નામી અનામી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ સભ્ય, ધારાસભ્યોઓ, રાજકીય તથા સામાજીક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ ઉપસ્થિતિ રહેશે.ત્રણ દિવસ દરમ્યાન બે લાખથી વધુ ભાવિકો ઉમટી પડશે. જેના માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દાતા સમસ્ત સાનીયા પરિવાર છે. પ1 દિકરીઓને કરીયાવરમાં જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવશે.

આ ત્રિદિવસીય મહોત્સવને સફળ બનાવવા વિહાભાઇ મુંધવા, કાનાભાઇ મુંધવા, મેરામભાઇ મુંધવા, રાણાભાઇ મુંધવા, કાળુભાઇ ધ્રાંગીયા, અરજણભાઇ સરસીયા, ઝાલાભાઇ સરસીયા, કરશનભાઇ ફાંગલીયા, વિજયભાઇ ગમારા, કાળુભાઇ મુંધવા, રાણાભાઇ ગોલતર, કરણાભાઇ મેવાડા, ધીરૂભાઇ ખોડા, કરણાભાઇ બાંભવા, જીલાભાઇ મુંધવા, નવઘણભાઇ મેવાડા, છનભાઇ મેવાડા, છગનભાઇ બાંભવા, જીવણભાઇ ઝાપડા, મહેશભાઇ માટીયા, બાબુભાઇ ગમારા, દિનેશભાઇ ટોળીયા, ચીનાભાઇ સાનીયા, વિનુભાઇ લામકા, વશરામભાઇ મુંધવા, રઘુભાઇ બાંભવા, હિરાભાઇ બાંભવા, નારણભાઇ ટારીયા, નાજાભાઇ સાનીયા, હિતેષભાઇ સાનીયા, પ્રવિણભાઇ ગમારા, કાળુભાઇ ખીટ, મચ્છાભાઇ ઝાપડા, નવઘણભાઇ મુંધવા, ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, લીંબાભાઇ માટીયા, પરેશભાઇ સોટીયા, મનુભાઇ બાંભવા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement