ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટીમાં ધરતી પર પહેલી વાર છોડ ઉગાડાયા

14 May 2022 12:11 PM
India World
  • ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટીમાં ધરતી પર પહેલી વાર છોડ ઉગાડાયા

અમેરિકાના વૈજ્ઞાનિકોને 11 વર્ષના સતત પ્રયોગના અંતે મળી સફળતા

વોશિંગ્ટન તા.14
અમેરિકાના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટીથી પૃથ્વી પર છોડ ઉગાડયા છે. વૈજ્ઞાનિકોના આ પ્રયોગ બાદ ચંદ્ર પર માનવ કોલોનીબનાવવાનાનવા રસ્તા ખુલ્યાછે. જોકે ચંદ્ર પર ખેતી પાક ઉગાડવો એટલો સરળ નહીં રહે પણઆ પ્રયોગથી આશા જાગી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી અંતરિક્ષ એજન્સી એપોલો મિશન દ્વારા કુલ 382 કિલો પથ્થર માટી ચંદ્ર પરથી ધરતી પર લાવવામાં આવ્યા હતા. જે નાસાએ વૈજ્ઞાનિકોને વહેંચી દીધા હતા. હાલ ચંદ્રની જે માટીમાં છોડ ઉગાડાયા છે તે બે વેકયુમ સીલ્ડ ડબ્બામાં ચંદ્રની ધરતી પરથી લવાયેલા માટી-પથ્થર છે.

આ પ્રયોગ પહેલીવાર થયો છે, જેમાં ચંદ્રની માટીમાં ફુલનો છોડ ઉગાડાયો હોય અલબત ચંદ્રની આ માટીમાં ધરતીનું પાણી અને હવે મેળવાયા છે. પ્રો. પોલે કહ્યું હતું કે પહેલા પણ ચંદ્રની માટી પર ધરતી પર છોડ ઉગાડાયો હતો. તેમાં ધરતીની માટી પર ચંદ્રની માટી છાંટવામાં આવી હતી, આ વખતે માત્ર ચંદ્રની માટીમાં જ છોડ ઉગાડાયા છે. 11 વર્ષના સતત પ્રયોગ બાદ આ સફળતા મળી છે.


Related News

Loading...
Advertisement
Advertisement