દિલ્હીમાં અગ્નિકાંડમાં બીજામાળે લાશોના ઢગલા, શબ ઓળખવા મુશ્કેલ બન્યા

14 May 2022 12:17 PM
India
  • દિલ્હીમાં અગ્નિકાંડમાં બીજામાળે લાશોના ઢગલા, શબ ઓળખવા મુશ્કેલ બન્યા
  • દિલ્હીમાં અગ્નિકાંડમાં બીજામાળે લાશોના ઢગલા, શબ ઓળખવા મુશ્કેલ બન્યા
  • દિલ્હીમાં અગ્નિકાંડમાં બીજામાળે લાશોના ઢગલા, શબ ઓળખવા મુશ્કેલ બન્યા

* પહેલા માળે આગ ભભૂકતા જીવ બચાવવા લોકો ઉપરની તરફ ભાગ્યા પરંતુ ત્યાં ધુમાડાની ઝપટમાં આવતા શ્ર્વાસ રૂંધાવા લાગતા મોટાભાગના લોકોએ જીવ ગુમાવ્યા: જીવ બચાવવા કેટલાંક લોકો ઈમારતની બારીમાંથી દોરડા વડે નીચે ઉતર્યા, આ સમયે એક મહિલાનું પડી જવાથી મોત થયુ હતું: આગ બુઝાવવાનું અભિયાન રાતભર ચાલ્યું: શબો ઓળખાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ ટેસ્ટનો સહારો લઈ શબોની ઓળખ કરાશે.

નવી દિલ્હી તા.14
અત્રે ઈમારતમાં આગ ભભુકી ઉઠતા 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આગ લાગવા પર જીવ બચાવવા જે લોકો ઉપરની તરફ ભાગ્યા એમને મોત મળ્યુ હતું. ઉપરની તરફ ધુમાડો ઝડપથી ફેલાઈ ગયો હતો અને બહાર નિકળવાનો રસ્તો નહોતો મળ્યો.દિલ્હીમાં મુંડકાની આ ઈમારતનાં બીજા માળ પર આગનું ખોફનાક દ્રશ્ય હતું. અહી શબોના ઢગલા પડયા હતા. જેમની ઓળખ કરવી પણ અસંભવ હતી.ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કેટલાંક શબો ત્રીજા માળેથી પણ મેળવ્યા હતા.

શ્ર્વાસ રૂંધાવાથી મોત:
પ્રથમ માળે આગ લાગતા લોકો ઉપરની તરફ ભાગ્યા હતા. પહેલા માળે આગ લાગતા ધુમાડો ભરાવો શરૂ થયો હતો.પણ જીવ બચાવવા બીજા માળે પહોંચ્યા હતા પણ ધુમાડાથી શ્ર્વાસ રૂંધાતા લોકોના મોત નીપજયા.

દોરડાના સહારે ઉતર્યા:
આગના આ બનાવ દરમ્યાન પહેલા માળે કર્મચારીઓની ભીડ હતી, જયારે ધુમાડો ફેલાયો તો લોકો બાલ્કનીએ આવી ગયા હતા જેમને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવી લીધા હતા.જયારે કેટલાંક લોકો ઈમારતની બાજુમાં બારીમાંથી જીવ બચાવવા દોરડાની મદદથી ઉતર્યા હતા.તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આ દરમ્યાન એક મહિલાનું પડી જતા મોત થયુ હતું. પરંતુ ઈમારતના અંદરના ભાગમાં રહેલા લોકો જીવ બચાવવા સીડીના સહારે ઉપર પહોંચ્યા હતા. શબોની ઓળખ પણ મુશ્કેલ બની:ફાયર બ્રિગેડ કર્મચારીઓએ ઈમારતની સીડી પાસેથી બે શબો કબ્જે કર્યા હતા. બીજા માળેથી 15 શબો કબ્જે કર્યા હતા. જેમની ઓળખ કરવી મુશ્કેલ હતી. ફાયર બ્રિગેડ ટીમને ત્રીજા માળેથી આઠ સબ મળ્યા હતા.

રાતભર ચાલ્યુ બચાવ અભિયાન:
મુંડકમાં ઈમારતની આગ એટલી તો ભયાનક હતી કે રાતભર બચાવ અભિયાન ચાલ્યુ હતું.રાત્રીના 1 વાગ્યે પણ ફાયર બ્રિગેડની ગાડી આગ બુઝાવવાની સતત કોશીશ કરતી હતી. દરમ્યાન ત્રીજા માળમાં અચાનક આગ ભડકી ઉઠી હતી અને ત્યાં આગ પર કાબુ મેળવાયો હતો. પુરી ઈમારત આગને કારણે નબળી પડી ગઈ હતી. એટલે ફાયર બ્રિગેડે સાવચેત રહીને બચાવ કાર્ય કરતી હતી.

લોકો સ્વજનો શોધી રહ્યા હતા:
ઘટના સ્થળે લોકો પોતાના સગા-સબંધીઓને શોધી રહ્યા હતા. લોકોને ખબર હતી કે આગમાં ભસ્મીભૂત સ્વજનોને ઓળખવા મુશ્કેલ હતા. હવે શબો ડીએનએ પરિક્ષણના આધારે ઓળખાશે.

મોડીરાત્રે પહોંચ્યા:
મંત્રી સત્યેન્દ્ર જૈન આગની ઘટનાની જાણ થતાં દિલ્હી સરકારનાં ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મોડી રાત્રે મુંડકા પહોંચ્યા હતા. મંત્રીએ અગ્નિકાંડ પર દુ:ખ વ્યકત કર્યુ હતું.

ઈમરજન્સી એકઝીટની વ્યવસ્થા નહોતી:
ઈમારતમાં કટોકટીભરી સ્થિતિમાં બહાર નીકળવાની કોઈ વ્યવસ્થા નહોતી. એકવાર આગ લાગ્યા બાદ લોકો મોટી સંખ્યામાં ઈમારતમાં ફસાઈ ગયા હતા અને આગ અને ધુમાડાના કારણે તેમનું મોત થઈ ગયુ.

અંદર ફસાયેલા લોકોના બારામાં કોઈ જાણકારી નહોતી:
આગ જયારે ગઈકાલે સાંજે 5 વાગ્યે લાગી તો ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.અંદર કેટલા લોકો ફસાયા છે તેની કોઈ સાચી માહીતી નહોતી.

ઈમારતમાં હતા અતિ જવલનશીલ પદાર્થ:
ઈમારતમાં સીસીટીવીનો સામાન હતો. તેમાં આગ લાગતા મોટી માત્રામાં ધૂમાડો ફેલાયો હતો.મોટાભાગનાં લોકોના ધુમાડાથી ગુંગળાઈને મોત થયા હતા

ધોરણો મુજબ નથી ઈમારત
જે ઈમારતમાં આગ લાગી હતી તે ધોરણો મુજબ નથી બની. વ્યાવસાયિક ગતિવિધીઓ છતાં ધોરણો મુજબ ઈમારતનુ નિર્માણ નહોતુ થયુ જેથી આગ વધુ ફેલાતા વધુ લોકોના જીવ ગયા.

મુખ્યમંત્રી કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા:
કહ્યું સ્તબ્ધ છું, દુ:ખી છું મુંડકામાં ભયાનક આગ લાગતા અને તેમાં 27 લોકોનાં મોત થતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આજે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તેમણે જણાવ્યું હતુ કે આગની આ ઘટનાથી સ્તબ્ધ છું દુ:ખી છું તેમણે મૃતકોનાં પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.

પાંચ લાપરવાહી બની ઘાતક
મુંડકામાં અગ્નિકાંડમાં 27 લોકોના ભોગ લેવાયાની કરૂણાંતિકામાં અનેક લાપરવાહી બહાર આવી છે. ફાયર વિભાગની એનઓસી નહોતી: દુર્ઘટનાવાળી ઈમારતમાં ફાયર ઉપકરણોની કોઈ વ્યવસ્થા નહોતી. આ ઈમારતમાં ધંધાદારી ગતિવિધીઓ છતા ફાયર વિભાગની એનઓસી નહોતી. આગ લાગ્યા બાદ તેને બુઝાવવાની તેમાં કોઈ વ્યવસ્થા નહોતી એટલે સ્થિતિ ભયાનક બની ગઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement