રાજકોટ,તા.14
ચોટીલાના મેવાસામાં રહેતા ગોવિંદભાઈ ગોકળભાઈ રાઠોડ (ઉ.વ.32)નામનો યુવાન પોતાના ઘરે ઢોરના વાડામાં હતો ત્યારે સર્પે દંશ મારતા ગોવિંદને તુરંત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યો હતો.ગોવિંદ ખેતી કામ કરતો અને ત્રણ ભાઈમાં વચેટ હતો.રબારી યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો છે.