12 વર્ષથી ઓછી ઉંંમરની બાળા પર સામુહિક દુષ્કર્મમાં મૃત્યુ સુધીની જેલસજા પર ફેર વિચારણા થશે

14 May 2022 12:23 PM
Crime India
  • 12 વર્ષથી ઓછી ઉંંમરની બાળા પર સામુહિક દુષ્કર્મમાં મૃત્યુ સુધીની જેલસજા પર ફેર વિચારણા થશે

* સુપ્રિમ કોર્ટ થયેલી રિટ બાદ કેન્દ્ર સરકાર તથા એટર્ની જનરલને નોટીસ : સજામાં ઘટાડો કરવાની દલીલ

નવી દિલ્હી,તા. 14
દેશમાં સતત વધી રહેલા સામૂહિક બળાત્કારના કેસોમાં હવે કેન્દ્ર સરકાર તથા સુપ્રિમ કોર્ટ એકશનમાં આવી છે અને 12 વર્ષથી ઓછી ઉમરની બાળા પર સામુહિક દુષ્કર્મ કરનારને ઓછામાં ઓછી મૃત્યુ સુધી જેલમાં રાખવાની સજા પર ફેર વિચારણા કરવામાં આવશે. ગઇકાલે એટર્ની જનરલ, કેન્દ્ર સરકાર તથા મહારાષ્ટ્ર સરકારને આ અંગે સુપ્રિમ કોર્ટે નોટીસ પાઠવી છે અને તેમાં હવે આગામી દિવસોમાં સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થશે. 2018માં ઇન્ડીયન પીનલ કોટમાં સુધારાથી દુષ્કર્મના કેસમાં સજા વધુ કડક બનાવાઇ હતી અને એ સમયે જ 12 વર્ષથી ઓછી ઉમરની બાળાઓ પર સામુહિક દુષ્કર્મના કેસમાં આઈપીસીની કલમ 376-ડી બીમાં આકરી સજાની જોગવાઈ હતી. સુપ્રિમ કોર્ટનાં ન્યાયમૂર્તિ ડી.વાય.

ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે આ મુદ્દે હવે સામુહિક દુષ્કર્મના આરોપીને મૃત્યુ સુધી જેલમાં રાખવાની સજા પર ફેર વિચારણા થશે. સર્વોચ્ચ અદાલત સમક્ષ એક દલીલમાં સામુહિક દુષ્કર્મમાં 12 વર્ષથી ઓછા વર્ષની બાળાઓ પીડીત હોય તો તેમાં જે મૃત્યુ સુધી જેલની સજા છે તે ભારતીય બંધારણન્ી કલમ 14 અને 21માં મળેલા અધિકારોનું હનન કરે છે અને સર્વોચ્ચ અદાલત સમક્ષ એ પણ દલીલ થઇ છે કે બંધારણની સજા અમાનવીય હોય તેવું ક્યાંય દર્શાવાયું નથી.

આ અંગે દલીલમાં એ પણ જણાવાયું હતું કે કોઇપણ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે જો દોષિત જાહેર થાય તો તેને 80-90 વર્ષ સુધી જેલમાં રહેવું પડે. સર્વોચ્ચ અદાલત હવે આ અંગે સુનાવણી કરીને નિર્ણય લેશે.


Related News

Loading...
Advertisement
Advertisement