ચોટીલા સરકારી હાઇસ્કુલનું 100 ટકા પરિણામ

14 May 2022 12:24 PM
Surendaranagar
  • ચોટીલા સરકારી હાઇસ્કુલનું 100 ટકા પરિણામ

ચોટીલા,તા.14
ચોટીલા તાલુકાની એક માત્ર વિજ્ઞાન પ્રવાહની સરકારી માધ્યમિક શાળાનું ધોરણ 12 નું 100 ટકા પરિણામ આવતા કોરોનાના કપરા સમયમાં સરકારી શાળા ના શિક્ષકો ની ઉમદા કામગીરી સિધ્ધ થયેલ છે.
એક તરફ સરકારી માધ્યમિક શાળામાં પહોચતા વાલીઓ પોતાના સંતાનને ભણાવવા તૈયાર નથી ત્યારે કોરોના કાળમાં તાલુકાની એક માત્ર સાયન્સ સ્કૂલમાં તાલુકાના પૂર્વ બીઆરસી દશરથભાઇ પટેલે તેના પુત્ર નું એડમિશન લઈ ને દાખલો બેસાડ્યો સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ એ પણ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.
કોરોના મહામારીમાં સૌથી કપરી સ્થિતિ છતા શિક્ષકોની અથાગ મહેનત કરી વિદ્યાર્થીઓ ને સતત માર્ગદર્શન પૂરું પાડી, કેટલીક ફેકલ્ટીના સ્વ ખર્ચે પ્રવાસી શિક્ષકો બોલાવી સરકારી શાળાના શિક્ષકો એ માનવતા દાખવી તેનું ધોરણ 12 મા 4 વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ 100% પરિણામ આવતા તાલુકાનો વિજ્ઞાન પ્રવાહ નો રેકોર્ડ તોડયો છે.


Loading...
Advertisement
Advertisement