વાડીએ ધોરીયામાં જતુ દવાવાળુ પાણી ભુલથી પી જતા સગીરાનું મોત

14 May 2022 12:25 PM
Rajkot
  • વાડીએ ધોરીયામાં જતુ દવાવાળુ પાણી ભુલથી પી જતા સગીરાનું મોત

રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતી મુળ ગોંડલના મેઘપર ગામની 17 વર્ષીય ડીમ્પલ મકવાણા હડાળા નજીક પોતાના મોટા બાપુની વાડીએ હતી ત્યારે ઘટના બની’તી

રાજકોટ, તા. 14
રાજકોટ નજીક હડાળા ગામની વાડીમાં ધોરીયામાં જતુ દવાવાળુ પાણી ભુલથી પી જતા રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતી ડિમ્પલ ભગાભાઇ મકવાણા (ઉ.વ.17)નું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના મેઘપર ગામના મુળ વતની ખાંટ રાજપૂત ભગાભાઇ મકવાણા પોતાના પરિવાર સાથે રાજકોટ રહે છે અને મજુરી કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાં પુત્રી ડિમ્પલ નાની છે. ડિમ્પલ ઘરેથી જ ઇમીટેશનનું કામ કરતી હતી. ગત એપ્રિલ માસમાં હડાળા ગામે વાડી ભાગમાં રાખી વાવતા તેમના મોટા બાપુની વાડીએ તે રોકાવા ગઇ હતી. જયાં તા. 21/4/2022ના સાંજે છએક વાગ્યા આસપાસ તેણીએ વાડીના ધોરીયામાં જતુ જંતુનાશક દવાવાળુ પાણી ભુલથી પી લીધું હતું દવાની ઝેરી અસર થતા તેણીને પ્રથમ રાજકોટની સંજીવની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં તા. 8/5/2022ના રોજ તેણીએ સારવારમાં જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસે મૃત્યુનોંધ લખી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement