નવીદિલ્હી, તા.14
ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 2858 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલાં ગઈકાલે 2841 નવા કેસ નોંધાયા હતા. પાછલા 24 કલાકમાં 11 લોકોના મોત પણ નિપજ્યા છે. દેશમાં અત્યારે 18096 દર્દીઓ સારવાર હેઠળ છે તો અત્યાર સુધીમાં 4,25,76,815 દર્દી સાજા થઈ ચૂક્યા છે.
બીજી બાજુ રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ-19 વિરોધી વેક્સિનના 1,91,15,90,37થી વધુ ડોઝ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સાત ઑગસ્ટ 2020ના કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઑગસ્ટ 2020ના 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020ના 40 લાખથી વધુ થઈ ગયા હતા. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના 60 લાખ, 11 ઑક્ટોબર 2020ના 70 લાખ, 29 ઑક્ટોબર-2020ના 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર ચાલ્યા ગયા હતા.
દેશમાં 19 ડિસેમ્બર 2020ના આ કેસ એક કરોડથી વધી ગયા હતા. પાછલા વર્ષે 4 મેએ સંક્રમિતોની સંખ્યા બે કરોડ અને 23 જૂન 2021ના ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીના કેસ ચાર કરોડને પાર પહોંચ્યા હતા.