(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 14
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા જેતપુર ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વચગાળાના જામીન તથા પેરોલ જંપ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અન્વયે મધ્યસ્થ જેલ રાજકોટના કાચા કામના કેદી નંબર 291/2022 રાજકોટ શહેર આજી ડેમ પો. સ્ટે.ના ફર્સ્ટ ગ.ુ2.નં. 206/2019 આઇ.પી.સી. કલમ 489(ક) (ગ) (ઘ) 124ના કાચા કામનો આરોપી કપીલ ઉર્ફે ટીનો દયાલભાઇ નીમાવત (ઉ.વ.30, રહે. જેતપુર બાવાવાળાપરા લક્ષ્મી એપાર્ટમેન્ટ, તા. 29/05 થી 05/05 સુધી વચગાળાના જાીન ઉપર હોઇ જે ને તા. 06/05ના મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોઇ પરંતુ હાજર થયેલ ના હોઇ અને મજકુર ઇસમ ફરાર થયેલ હોઇ અને હાલે પોતે ધોરાજી ખાતે આવેલ છે અને હાલે પાવર હાઉસ પાસે ઉભેલ છે તેવી ચોકકસ હકીકત મળતા તુરંજ જ મજકુર ઇસમને પકડી લઇ હસ્તગત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સોંપવા તજવીજ કરેલ છે. (1) કપીલ ઉર્ફે ટીનો દયાલભાઇ નીમાવત (ઉ.વ.30, રહે. જેતપુર બાવાવાળાપરા લક્ષ્મી એપાર્ટમેન્ટ) આરોપીને પકડવામાં એ.બી.ગોહિલ (પો.ઇન્સ.) રમેશ બોદર (એ.એસ.આઇ.) વગેરેએ કામગીરી કરી હતી.