ભાવનગર તા.14
ભાવનગરની એલસીબી પોલીસ છે ભોજપરા ગામ પાસેથી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે ચાર શખ્સો નાસી છૂટયા હતા. ભોજપરા ગામનાં પાટીયા પાસે પો.હેડ કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે,ભાવનગર, શામપરા-ભોજપરાની નળ વચ્ચે,ભગીરથ સિંહ ગોહિલની વાડી પાસે જાહેર જગ્યામાં હરપાલસિંહ જીતુભા ગોહિલ રહે.ભોજપરા બહારથી માણસો ભેગાં કરી મોબાઇલની લાઇટનાં અંજવાળે જુગાર રમાડે છે. જેથી રેઇડ કરતાં હરપાલસિંહ તથા જયદેવ ચીથરભાઇ દુધકિયા ઉ.વ.28 રહે.બહુચરાજીમાતાનાં મંદિર પાસે,ભોળાદ તા.શિહોર જુગાર રમતા ઝડપાયા હતા
જ્યારે યોગેશ ભરતભાઇ મેર રહે.રામનગર ભરત ઉર્ફે મુંછ દેવજીભાઇ ચૌહાણ રહે.બોરતળાવ, જીણા પાંચાભાઇ ચાવડા રહે.કરદેજ અને નરેશ ઉર્ફે સાસલી માવજીભાઇ રહે.પાંચવડા નાસી છૂટતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે ગંજીપાના, મોબાઇલ નંગ-4 , રોકડ રૂ.38,200/- તથા મોટર સાયકલ/ સ્કુટર-4 મળી કુલ રૂ.98,200/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ.એસ.બી.ભરવાડ, સબ ઇન્સ. એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા, એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, કોન્સ. અરવિંદભાઇ બારૈયા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.