ઉપલેટામાં પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જીંદગીનો અંત આણ્યો

14 May 2022 12:29 PM
Dhoraji
  • ઉપલેટામાં પરિણીતાએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જીંદગીનો અંત આણ્યો

ગીતાબેન ચંદ્રવાડીયાએ અગમ્ય કારણોસર પગલુ ભરી લેતા રાજકોટ સીવીલે સારવાર દરમીયાન દમ તોડયો: પરીવારમાં શોક: આપઘાતના રહસ્ય અંગે પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા.14
ઉપલેટામાં રહેતા ગીતાબેન ચંદ્રવાડીયા નામની પરીણીતાએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ હતી. બનાવ અંગેની જાણ થતા ઉપલેટા પોલીસ દોડી ગઈ હતી અને આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગેની વધુ વિગત અનુસાર ઉપલેટાના સુવા પ્લોટમાં રહેતા ગીતાબેન ઉદયભાઈ ચંદ્રવાડીયા (ઉ.26)એ ગત રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા બેભાન હાલતમાં ઉપલેટા સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા. તબીયત લથડતા વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન ગીતાબેને દમ તોડયો હતો.

બનાવ અંગેની જાણ થતા ઉપલેટા પોલીસ દોડી ગઈ હતી અને આપઘાતના રહસ્ય અંગે પરીવારની પુછપરછ હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement