(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.14
અમરેલી એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એન. મોરીની રાહબરી હેઠળ એલસીબી ટીમ ગઈ કાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજકોટ મઘ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ પાકા કામના કેદીને ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે તા. 24/4/22થી તા. 8/5/ એમ દિન-15 માટે વચગાળાનાં જામીન ઉપર મુકત કરવામાં આવેલ. મજકુર કેદીને તા. 9/5/22 નાં રોજ રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે રાજકોટ જેલમાં હાજર થવાને બદલે ફરાર થેયલ કેદી લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઈ સરવૈયા (ઉ.વ. 42) રહે. ચિતલ પાકા કામના કેદી નંબર 467પ7 રાજકોટ મઘ્યસ્થ જેલને પકડી જાફરાબાદ સહીત પોલીસને હવાલે કર્યો છે.
યુવક ઉપર હુમલો:-
ધારીના નવી વસાહતમાં રહેતા આફ્રિદીભાઈ રફીકભાઈ બેલીમ નામના રપ વર્ષીય યુવકને તે જ ગામે રહેતા ઝુબેરભાઈ અલાદતભાઈ બ્લોચે ફોન કરી યુવકને મહિલા કોલેજ સામેના ગ્રાઉન્ડમાં બોલાવી અને ઝુબેરભાઈ તથા સાહિલભાઈ સલીમભાઈ કુરેશીએ યુવકને ગાળો આપી, ફાઈબરના ધોકા તથા ઢીકાપાટુનો માર મારી તારી પહેલી પત્નિને ભગાડી ગયો તેમ હવે બીજી પત્નિને પણ ભગાડી જઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાઈ છે.