રાજકોટ તા.14
વાંકાનેર પાસેના રામપરા બેટીમાં ગઈકાલે મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ લાભાર્થી પરિવારો માટે હવન અને ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા 65 પરિવારોને મકાન અને 300 પરિવારને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
દરેક લોકોને ઘરની જેમ આ પરિવારોને પણ વાસ્તુ અને હવનનો લાભ મળવો જોઈએ તેવા વિચાર સાથે રાજકોટના વોર્ડ નં.3ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજાએ તેમના તરપથી 950 લોકો માટે જમણવાર રાખ્યો હતો. આ પરિવારોને ઘર અને સનદ મળતા તેમની ખુશીમાં આ અવસરે પણ વધારો કર્યો હતો.