ગાંધીગ્રામના મહિલા લાપતા:પોલીસે શોધખોળ આદરી

14 May 2022 12:36 PM
Rajkot
  • ગાંધીગ્રામના મહિલા લાપતા:પોલીસે શોધખોળ આદરી

રાજકોટ,તા.14
ગાંધીગ્રામના શ્યામનગરમાં રહેતા મીનાબેન હિતેષભાઇ કેવલરામ અમલ(સીધી)(ઉ.વ.40)ગઈ તા.13/05 ના સવારના સાતેક વાગ્યાના સમયમાં પોતાના ઘરેથી કોઇને કહયા વગર પોતાના કપડાનો થેલો લઇને પોતાની રીતે કયાંક જતા રહ્યા છે અને તેઓએ મરૂન કલરનો લેગીઝ તથા બ્લુ કલરનો કુર્તી પહેરેલ છે જેઓ શરીરે પાતળા બાંધાના તથા વાને ઘઉંવર્ણા છે.જેઓના જમણા હાથમાં ઓમ ત્રોફાવેલ છે.જેઓની ઉંચાઇ આશરે 5 ફુટની છે.ઉપરોક્ત તસ્વીરમાં દેખાતા મહિલા વિશે કોઈને માહિતી મળે તો ગાંધીગ્રામ પોલીસ મથકના નંબર 0281-2588085 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.


Related News

Loading...
Advertisement
Advertisement