હવે નવનીત રાણાના દિલ્હીમાં કોનોટ પ્લેસના હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા

14 May 2022 12:39 PM
India
  • 
હવે નવનીત રાણાના દિલ્હીમાં કોનોટ પ્લેસના હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા

* મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું સંકટ દૂર થવું જોઈએ: નવનીત * રાણા દંપતિ પગપાળા હનુમાન મંદિરે પહોંચ્યા

નવીદિલ્હી,તા.14
તાજેતરમાં મુંબઈ ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સામે હનુમાન ચાલીસાનું એલાન કરી આ મામલે જેલમાં જઈ અબેલી મહારાષ્ટ્રના અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા, અને તેમના ધારાસભ્યપતિ રાણાએ નવીદિલ્હી ખાતે કોરોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા કર્યા હતા. આ તકે તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવીને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સંકટ દૂર થવું જોઈએ તેમ જણાવ્યું હતું.

આ અંગેની વિગત મુજબ મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સામે હનુમાન ચાલીસા પાઠ કરવાનું એલાન કરનાર અને બાદમાં તેમની ધરપકડ બાદ જેલમાં 13 દિવસ બાદ જામીન પર છુટેલા મહારાષ્ટ્રના અમરાવતીની સાંસદ નવનીત રાણાએ આજે નવી દિલ્હી ખાતે કોમોટ પ્લેસ ખાતે આવેલા હનુમાન મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.રાણા દંપતિ પગપાળા હનુમાન મંદિરે પહોંચ્યા હતા. આ હનુમાન મંદિર પ્રાચીન અને પ્રસિદ્ધ છે.

અહીં 24 કલાકમાં જાપ ચાલે છે. દરમિયાન આ તકે નવનીત રાણાએ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર પર પ્રહારો કર્યા હતા.તેમણે ઉદ્ધવ સરકારને સંકટ ગણાવી મહારાષ્ટ્રમાં આ સંકટ દૂર થવું જોઈએ તેમ પત્રકારોને જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement