બોટાદ, તા. 14
બોટાદની પરિણીતાને પીયરમાંથી રોકડ રકમ સોના-ચાંદીના દાગીના સહિત દહેજ માંગી સાસરીયાએ જુલ્મ કરી ત્રાસ આપી માથુ દિવાલ સાથે અથડાવી ત્રાસ આપવાનો શહેરમાં હાહાકાર કિસ્સો બન્યો છે.
બોટાદની પરિણીતાને પતિ સહિતના સાસરીયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તારે અહીંયા રહેવું હોય તો પિયરમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના લાવવા પડશે. દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેમજ સાસુ સસરાની ચડામણીથી પતિએ પત્નીનું માથુ દિવાલ સાથે અથડાવી મારજુડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ પતિ સહિતના સાસરીયા ઉપર બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પ્રિયાબેન કુલદીપભાઇ રોજેસરા, બોટાદ પોલીસ સ્ટેશનમાં તેના પતિ કુલદીપ મહેન્દ્રભાઇ રોજેસરા, સાસુ વર્ષાબેન મહેન્દ્રભાઇ રોજેસરા, સસરા મહેન્દ્રભાઇ રતિલાલ રોજેસરા, સંદીપભાઇભાઇ મહેન્દ્રભાઇ, રાજુભાઇ નવીનભાઇ, દિપકભાઇ નવીનભાઇ, મોન્ટુભાઇ નવીનભાઇ વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. તેણીના લગ્ન જીવન દરમ્યાન સાસુ સસરા, જેઠ સંદીપભાઇ અવારનવાર મેણા ટોણા મારી હાથ ઉપાડીને દહેજ માંગતા હતા.
ગઇકાલે તેના પતિએ અપશબ્દો કહી સાસુ-સસરાએ સહીતનાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીએ તેના ભાઈને ફોન કર્યો હતો. જેથી ભાઇ આશિષભાઈ અને વૈભવભાઈને તેના સાસરીયાએ તેમજતેના કુટુંબના રાજુ, દિપક, મોન્ટુ આવી તમામે એક સંપ કરી તેના ભાઈઓ સાથે મારઝુડ કરી તેમજ તેના પતિએ તેણીના વાળ પકડી માથુ દિવાલ સ ાથે ભટકાડી માર મારી ઇજાઓ પહોંચી હતી. આ અંગે 498(એ),323, 504, 506(2), 114 તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમ-3-4 મુજબ ગુનો દાખલ કરવામાં આવતા બોટાદ પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.